ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat government announced prize to Gujarati film hellaro and reva

ગૌરવ / રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડનાર 'હેલ્લારો' અને 'રેવા'ને લઇ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

Published By: Kavan

Last Updated: 07:12 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં 66મા નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા. જેમાં 2 ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' આધારિત 'રેવા' અને જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક શાહ દ્વારા આકાર પામેલી 'હેલ્લારો'. આ બંન્ને ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળતા સમગ્ર ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના બની છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડનારી અને દેશની તમામ ભાષાઓની ફિલ્મોને માત આપીને 'બેસ્ટ ફીચર' ફિલ્મનો નેશનલ એવૉર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને રૂપિયા 2 કરોડનાં ઇનામની સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. તો 'બેસ્ટ ગુજરાતી ફિલ્મ'નો એવૉર્ડ જીતનારી 'રેવા’'ફિલ્મને રૂપિયા 1 કરોડ આપવામાં આપવાની જાહેરતા રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એક ટ્વિટ કરીને લખ્યું કે, 'હું ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને રેવાની ટીમને અભિનંદન પાઠવું છું. 'હેલ્લારો' અને 'રેવા'એ રાષ્ટ્રીય ફિલ્મનો સન્માનિત એવૉર્ડ પોતાના નામે કર્યો છે. આપણી સરકાર ઉત્તમ કક્ષાની ગુજરાતી ફિલ્મોને સપોર્ટ અને પ્રોત્સાહન આપે છે. આ આપણા માટે ગર્વની વાત છે કે ગુજરાતી સિનેમાએ આવું શ્રેષ્ઠ સન્માન મેળવ્યું છે.

શું છે 'હેલ્લારો' ની કહાની?

નોંધનીય છે કે, 'હેલ્લારો'ની કથા 1975ના કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે 'હેલ્લારો' સર્જાય છે! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. 

શું છે રેવા ફિલ્મની કહાની 

'માં નર્મદા'ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પરથી બનેલી છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે. આ ફિલ્મમાં મિલકતની વાત છે. શ્રદ્ધાની વાત છે. આ ફિલ્મમાં નર્મદા નદીના કાંઠે રહેતી આદિવાસી પરંપરા, આદિવાસી લોકજીવન અને આદિવાસી લોકકળાને આબેહૂપ રીતે રજૂ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વાર્તાના કેન્દ્રમાં છે એક યુવાન, જે પોતાના સ્વાર્થ માટે નર્મદાના સંપર્કમાં આવે છે અને એ પછી એનું આખું જીવન બદલાઈ જાય છે. ફિલ્મ કે નોવેલ બેમાંથી જેના સંપર્કમાં પહેલીવાર આવ્યા હો, તે પછી બીજું વર્ઝન જાણવાની તાલાવેલી ટ્રિગર કરે તેવી આ સ્ટોરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hellaro National Awards winners Reva ગુજરાતી ન્યૂઝ રેવા 66th National Film Awards

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ