ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે રેશનકાર્ડનો ઉપયોગ આ કામ માટે નહીં થાય, સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત / હવે રેશનકાર્ડનો ઉપયોગ આ કામ માટે નહીં થાય, સરકારે લીધો મોટો નિર્ણય

Published By: Jay Bhatt

Last Updated: 03:06 PM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેશનકાર્ડને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, હવે રેશનકાર્ડનો ઉપયોગ આ કામ માટે નહીં કરી શકે.

ADVERTISEMENT

Gandhinagar News : ગાંધીનગર ખાતેથી નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે રેશનકાર્ડને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો

હવેથી રાજ્યના નાગરિકો રેશનકાર્ડનો ઉપયોગ રહેઠાણના પુરાવ તરીકે કરી શકશે નહીં. રેશનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહશે નહીં. અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.

vtv app promotion

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના વંચાણે લીધેલ ક્રમ-(૧) પરના તા.28/09/1994ના પત્રથી રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ કરવા સંબંધિત સૂચના આપવામાં આવેલ છે. ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના વંચાણે લીધેલ ક્રમ-(૨) પરના તારીખ 20/03/2015ના Targeted Public Distribution System (Control) Order, 2015ની કંડિકા નં. 4 રેશનકાર્ડ સંબંધિત જોગવાઈઓ/સૂચનાઓ સમાવિષ્ટ છે.

Government decision on Ration Card news

સૂચના પરિપત્રિત કરવામાં આવી

કંડિકા નં.-4(6) થી -Ration Card Shall not be used as a document of identity or proof of residence" મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે. ગુજરાત માહિતી આયોગના વંચાણે લીધેલ ક્રમ-(૩) પરના તા.05/08/2025ના હુકમ અન્વયે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત નીચે મુજબની સૂચના પરિપત્રિત કરવામાં આવે છે.

વધુ વાંચો : VIDEO : ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વાતાવરણ તંગ થતાં JCP-DCP પહોચ્યાં

હવે ફક્ત રાશન મેળવવા માટે જ થશે ઉપયોગ

રેશનકાર્ડનો ઉપયોગ ફકત ગેસ તથા વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવાનો છે. રેશનકાર્ડનો ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પૂરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહી. આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર સરકાર દ્વારા તા.24/09/2025ના રોજ મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government decision on Ration Card news Ration Card news Gandhingar news

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ