ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વાતાવરણ તંગ થતાં JCP-DCP પહોચ્યાં

વિરોધ / VIDEO : ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વાતાવરણ તંગ થતાં JCP-DCP પહોચ્યાં

Published By: Jay Bhatt

Last Updated: 01:16 PM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન શરુ થયું છે. યુનિવર્સિટી કેમ્પસ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ વાતાવરણ તંગ બની ગયું છે.

ADVERTISEMENT

Ahmedabad News : અમદાવાદમાં જે. જી. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને ABVP કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બની હતી, જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ABVP કાર્યકરો પર લાકડીઓ અને લોખંડની પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન શરુ થયું છે.

ABVP કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો

અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન (ABVP)ના કાર્યકર્તાઓએ આજે (15 ઓક્ટોબર 2025)ના રોજ

દૂરદર્શન ટાવરથી લઈને JG યુનિવર્સિટી સુધી રેલી કાઢી હતી. હિમાલયા મોલથી દૂરદર્શન સુધીનો રસ્તો કર્યો ચક્કાજામ કર્યો હતો.

vtv app promotion

પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

કાર્યકરોને કોલેજમાં જતા અટકાવતા મામલો બિચકાયો હતો અને પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. મોટી સંખ્યામાં કોલેજમાં કાર્યકર્તાઓ પહોંચી ગયા હોવાથી વધુ પોલીસના જવાનોને બોલાવવા પડ્યા હતા.

JCP અને DCP પણ સ્થળ પર પહોંચ્યા

નોંધનીય છે કે, વિદ્યાર્થી વિરોધી નીતિના આરોપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરિસ્થિતિ વધુ વણસી જતાં JCP નીરજકુમાર બડગુજર અને DCP હર્ષદ પટેલ પણ સ્થળ પર પહોંચી ગયા છે.

વધુ વાંચો : તંત્રનો વધુ એક છબરડો, સર્વિસ રોડ જ વેચી નાખતા અધિકારીઓ દોડતા થયા

ABVPના કાર્યકરોમાં ભારે આક્રોશ

મહત્વનું છે કે યુનિવર્સિટીમાં કારોબારીની રચનાને લઈને સિક્યોરિટી ગાર્ડ અને ABVPના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં પોલીસની હાજરીમાં હુમલો થતાં ABVPના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ABVP protest In Ahmedabad jg university ABVP protest Ahmedabad news

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ