બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તંત્રનો વધુ એક છબરડો, સર્વિસ રોડ જ વેચી નાખતા અધિકારીઓ દોડતા થયા
Gujarat News : ગુજરાતમાં સરકારી તંત્ર આડેધડ અને મનફાવે તે રીતે કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ તંત્રના કામગીરીમાં અનેક છબરડા જોવા મળ્યાના દાખલા છે, ત્યારે હવે ફરીથી ઘોર બેદરકારી સામે આવી છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના વિવિધ વિભાગો સર્વસંમતિ વગર જ મોટા નિર્ણયો લઈ રહ્યા છે. AUDAનો અણધણ વહીવટ અને નિર્ણયો પર અગાઉ પણ વખોતવખત સવાલો ઉભા થયા છે, ત્યારે હવે એક જમીનના સોદામાં AUDAનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે.
ADVERTISEMENT
શહેરમાં જે રીતે જમીનનો મોટો સોદો કરવામાં આવ્યો હતો, તેમાં અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીનો મોટો છબરડો સામે આવ્યો છે, જે બાદ અધિકારીઓ દોડતા થયા છે. એક વર્ષ બાદ ઔડાને બ્રહ્મજ્ઞાન થતાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાત થઈ છે.
ADVERTISEMENT
AUDAએ ડેવલપરને પ્લોટની સાથે સર્વિસ રોડ પણ વેચી દીધો હોવાની વાત સામે આવી છે. ચાંદખેડામાં SP રિંગ રોડને અડીને આવેલી 21,685 ચોરસ મીટરની પ્રાઇમ જમીન રુપિયા 166 કરોડમાં ડેવલપરને હરાજી કરીને વેચી દીધી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ હરાજીના એક વર્ષ પછી, એસ્ટેટ વિભાગના અધિકારીઓને ભાન થયું કે, ટાઉન પ્લાનિંગ વિભાગના તેમના સાથીઓએ આ પ્લોટ પર 9-મીટર પહોળા સર્વિસ રોડ માટે એક ભાગ નક્કી કર્યો હતો. આ પછી શરમજનક અધિકારીઓ ભૂલ સુધારવા માટે દોડી ગયા હતા.
ADVERTISEMENT
અધિકારીઓએ 30 સપ્ટેમ્બરની બોર્ડ મીટિંગમાં AUDA ચેરમેનને બિલ્ડર પાસેથી રુપિયા 12.7 કરોડ પરત માગવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, બોર્ડે ભૂલ પર નિરાશા વ્યક્ત કરીને આ દરખાસ્તને મંજૂરી આપી હોવાનું કહેવાય છે. હવે ડેવલપર પાસે રૂપિયા પરત લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ વાંચો : 'શિર્ષ નેતૃત્વનો નિર્ણય…', મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે કનુ દેસાઇનું મોટું નિવેદન
નોંધનીય છે કે, બેઠકમાં રજૂ કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, 'AUDAના ચાંદખેડા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 44માં અંતિમ પ્લોટ નંબર 227 પર 21,685 ચોરસ મીટર જમીન 26 સપ્ટેમ્બર, 2023ના રોજ 'કોમર્શિયલ ઉપયોગ' માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો, જેની કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ. 76,000 નક્કી કરવામાં આવી હતી. તે જ વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ, બોર્ડે આ પ્લોટની ઓક્શન કરવાનો નિર્ણય કર્યો હતો'
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.