બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'શિર્ષ નેતૃત્વનો નિર્ણય…', મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે કનુ દેસાઇનું મોટું નિવેદન

રાજકારણ / 'શિર્ષ નેતૃત્વનો નિર્ણય…', મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે કનુ દેસાઇનું મોટું નિવેદન

Published By: Jay Bhatt

Last Updated: 11:49 AM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક તરફ દિવાળીના તહેવારનો માહોલ છે તો બીજી તરફ મંત્રી મંડળને લઈને રાજકીય ઉત્તેજના વધી રહી છે. જો કે મંત્રીમડળના વિસ્તરણને લઈ નાણામંત્રી તરફથી એક મોટી અપડેટ સામે આવી છે.

Gujarat News: છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાના સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે, સૂત્રો પાસેથી અહેવાલો મળી રહ્યા છે કે દિવાળી પહેલા જ રાજકીય ફટાકડા ફુટી શકે છે અને નવા મંત્રીઓ ધનતેરસ સુધીમાં શપથ લઈ શકે છે, જો કે આ વચ્ચે નાણામંત્રીએ એક મોટું નિવેદન આપ્યું છે.

મંત્રીમંડળનું વિસ્તરણ ધનતરસે થઈ શકે

આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખની શપથવિધિ સમયે જ નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે તેવા અહેવાલો આવ્યા હતા, જો કે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શક્યું ન હતું. આ પછી હવે આજે (15 ઓક્ટોબર 2025)એ ધનતેરસ પહેલા નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવી માહિતી આવી છે. \

vtv app promotion

ભાજપ ફરી Dycmની ફોર્મ્યુલા અપનાવી શકે

મંત્રીમંડળનું વિસ્તરણ શનિવારે સવારે થાય તેવી સંભાવના છે. ભાજપ ફરી નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અપનાવી શકે છે. નાયબ મુખ્યમંત્રી તરીકે નામ ફાઈનલ થયું હોવાની ચર્ચા. આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરશે.

વધુ વાંચો : તો આજે નહીં, આ દિવસે થશે ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ? વાંચો સૌથી મોટી અપડેટ

મંત્રીમંડળના વિસ્તરણ પણ કનુ દેસાઈએ શું કહ્યું?

મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે નાણામંત્રી કનુ દેસાઇની પ્રતિક્રિયા પણ આવી છે, જેમાં તેમણે શિર્ષ નેતૃત્વ મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું નક્કી કરતા હોવાનું કહ્યું છે. તેમજ શિર્ષ નેતૃત્વનો નિર્ણય સર્વોપરી અને ગુજરાતના વિકાસ માટે જરૂરી નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanu desai on cabinet expansion Gujarat cabinet expansion update cabinet expansion

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ