ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તો આજે નહીં, આ દિવસે થશે ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ? વાંચો સૌથી મોટી અપડેટ
Last Updated: 10:39 AM, 15 October 2025
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ ધનતેરસના દિવસે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવરત 17 ઓક્ટોબર સુધી ગુજરાત બહાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રના પ્રવાસે છે. પોતાના વતનમાં 16 તારીખ સુધી કુરુક્ષેત્રમાં રાજ્યપાલ રહેશે. 17 તારીખે મહારાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકેનો કાર્યક્રમનુ અગાઉથી નિયત થયેલો કાર્યક્રમ છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરજ પાસે મહારાષ્ટ્રનો પણ ચાર્જ હોવાના મહામહિમ 17 તારીખના કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપવી પડશે. રાજ્યપાલ નો પ્રવાસ ટુંકાવામાં ન આવે તો 18 તારીખ ધનતેરસ કે ત્યાર પછીના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ શક્યતાઓ છે.
ADVERTISEMENT
ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નવીન પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તેમજ પ્રદેશ મહામંત્રી તાબડતોબ દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન સાથે પાંચ કલાક મેરેથોન બેઠક ચાલી હતી. પીએમ સાથે બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી.
ADVERTISEMENT
પક્ષ પલ્ટો કરીને ભાજપમાં ગયેલ ધારાસભ્યોનો નવીન મંત્રી મંડળમાં થશે સમાવેશ!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી ગુજરાત આવવા નીકળી ગયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. પીએમ સાથે પાંચ કલાક ચાલેલ મેરેથોન બેઠક બાદ મંત્રી મંડળમાં ફેરફાર થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ ધારાસભ્યોને નવીન મંત્રી મંડળમાં સ્થાન મળવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT

સૌરાષ્ટ્રના ખેડૂતોની પડખે ધારાસભ્યનું નામ નવીન મંત્રી મંડળમાં મોખરે
ADVERTISEMENT
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા મંત્રી મંડળમાં સૌથી મોખરે સહકારી ક્ષેત્રે સારી નામના ધરાવતા તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાનું નામ હોલ સૌથી મોખરે છે. જયેશ રાદડિયા મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જ્યારે બીજા નંબરે વર્ષોથી કોંગ્રેસમાં રહેલ અને પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. જ્યારે સંજય કોરડિયાને પણ મંત્રી મંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેબિનેટનો દરજ્જો મળવાની પણ પ્રબળ શક્યતાઓ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT
સૌરાષ્ટ્રની સ્થિતિને ધ્યાને રાખીને મંત્રી મંડળનું વિસ્તરણ-સૂત્ર
તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળ તેમજ પ્રદેશ પ્રમુખમાં પણ દક્ષિણ ગુજરાતનું વર્ચસ્વ હતું. જેને લઈ સૌરાષ્ટ્રના ભાજપના સીનીયર કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. આ વખતે મંત્રી મંડળનું વિસ્તરણ સૌરાષ્ટ્રની સ્થિતિને ધ્યાને રાખીને કરવામાં આવશે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે પણ ન મળી કોઈ રાહત! સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, અમદાવાદમાં સાતમા આસમાને
નવીન મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રની એક મહિલાનો સમાવેશ
16 તારીખે જ નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. જેમાં મંત્રી મંડળમાં ફેરફારને લઈ અનેક ધારાસભ્યો પોતાનું સ્થાન નવા મંત્રી મંડળમાં મેળવવા માટે સક્રિય થયા છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રની સ્થિતિને જોવા જઈએ તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડને સ્થાન મળી શકે છે. અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. તેમજ હીરા સોલંકીને પણ મંત્રી મંડળમાં સ્થાન મળવાની પૂરે પૂરી શક્યતાઓ છે. તેમજ નવા મંત્રી મંડળમાં એક મહિલા ધારાસભ્યને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાને પણ મંત્રી મંડળમાં સ્થાન મળશે. જ્યારે માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે. ચાવડા અને અલ્પેશ ઠાકોરને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.