ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગુજરાત / ભારત / આજે પણ ન મળી કોઈ રાહત! સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, અમદાવાદમાં સાતમા આસમાને
Last Updated: 09:51 AM, 15 October 2025
ADVERTISEMENT
સોના-ચાંદીમાં બુધવારે પણ કોઈ રાહત મળી નથી. તહેવારોની મોસમ પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ ₹2,000નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ આશરે ₹200નો વધારો થયો હતો. એક દિવસ પહેલા જ ચાંદીના ભાવમાં લગભગ ₹8,000નો વધારો થયો હતો. સતત વધતા ભાવે બજારમાં હલચલ મચાવી દીધી છે અને ખરીદદારોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં સોનાનો ભાવ કેટલો
અમદાવાદમાં પણ સોનાએ ભાવે રેકોર્ડ તોડ્યો છે. બુધવારે 15 ઓક્ટોબરે અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ ₹1,28,410 રહ્યો હતો. જોકે અમદાવાદમાં સોનામાં કોઈ વધારો આવ્યો નથી.
ADVERTISEMENT
એક દિવસમાં સોનામાં કેટલો વધારો
ADVERTISEMENT
એક દિવસમાં સોનાના ભાવમાં ₹2,000નો વધારો આવ્યો છે જોકે આ દેશવ્યાપી વધારો છે. અલગ અલગ શહેરમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.