બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરાથી ગુજરાતમાં વધુ 2ના મોત, મૃત્યુઆંક પહોંચ્યો 67ને પાર, હાલમાં કેટલાં કેસ છે પોઝિટિવ
Last Updated: 09:58 PM, 5 August 2024
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ 155ને પાર પહોંચ્યા છે. શંકાસ્પદ કેસનો આંકડો 157 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 68 થઈ છે. આ જીવલેણ વાયરસથી આજે 2 દર્દીઓના મોત થયા છે.
ADVERTISEMENT

કેવી રીતે ફેલાય છે આ વાયરસ ?
ADVERTISEMENT
આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઓગસ્ટમાં આફત..? અંબાલાલ પટેલે કરી 'ઝાપટાભેર' આગાહી, રંગ બતાવશે ચોમાસું

ADVERTISEMENT
આ વાયરસથી બચવા શું કરવું
વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.