બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદના જંત્રાલ ગામના મહિલા સરપંચને કરાયા પદભ્રષ્ટ, મામલો લાખોની ગેરરીતિનો

કાર્યવાહી / આણંદના જંત્રાલ ગામના મહિલા સરપંચને કરાયા પદભ્રષ્ટ, મામલો લાખોની ગેરરીતિનો

Ajitsinh Jadeja

Last Updated: 05:42 PM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: આણંદ જિલ્લાના જંત્રાલ ગ્રામ પંચાયતમાં ગેરરીતિના મામલે મોટી કાર્યવાહી થઈ છે.

Anand News: આણંદ જિલ્લાના જંત્રાલ ગ્રામ પંચાયતમાં ગેરરીતિના મામલે મોટી કાર્યવાહી થઈ છે. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દક્ષાબેન પરમારને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. વિકાસ કામોના નામે લગભગ 4 લાખ 88 હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.

આ રકમ ક્રિષ્ના ટ્રેડર્સ નામની એજન્સીને બે અલગ-અલગ ચેક દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ચુકવણી સામાન્ય સભામાં એજન્સીની પસંદગી કર્યા વગર જ કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ છે. તપાસ દરમિયાન એ વાત પણ બહાર આવી છે કે ક્રિષ્ના ટ્રેડર્સના માલિક સરપંચ દક્ષાબેન પરમારના પુત્રવધૂ છે.

આ મામલે તાલુકા પંચાયત દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા અને વિગતવાર તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન સરપંચ દક્ષાબેન પરમારે આ બાબતોની કબુલાત કરી હતી અને તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.

vtv app promotion

આ પણ વાંચોઃ ''ઠેંગણા-દોઢ ફૂટીયા ઉત્તર ગુજરાતમાં...'', વિક્રમ ઠાકોરને ઠાકોર સેનાના સભ્યનો ખુલ્લો પડકાર

આ તમામ પુરાવા અને કબુલાતને આધારે તાલુકા પંચાયતે ગુજરાત પંચાયત અધિનિયમની સંબંધિત કલમો હેઠળ સરપંચને પદ પરથી હટાવવાનો આદેશ જારી કર્યો છે. હવે જંત્રાલ ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપ સરપંચ ઈશ્વરભાઈ ઠાકોરને સોંપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Sarpanch suspended Anand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ