બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / gujarat court acquits congress mla mevani in 2017 rail blockade case

BREAKING / MLA જીગ્નેશ મેવાણીને હાશકારો! કોર્ટે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો, 20 મિનિટ અવરોધનો હતો આક્ષેપ

Dinesh

Last Updated: 05:46 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને 2017ના કેસમાં નિર્દોષ છોડ્યા, 2017માં રાજ્ય સરકારની નીતિઓ વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો

  • MLA જીગ્નેશ મેવાણીને મળી કોર્ટમાંથીથી રાહત
  • 2017માં ટ્રેન બ્લોકિંગ કેસમાં નિર્દોષ જાહેર કર્યા
  • મેટ્રોપોલિટન કોર્ટે આપ્યો ચુકાદો

ગુજરાતમાં એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને 2017ના કેસમાં નિર્દોષ છોડ્યા છે.  તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓ વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો. 

ટ્રેન રોકવા મામલો
મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીએન ગોસ્વામીની અદાલતે કોંગ્રેસના દલિત નેતા મેવાણીને નિર્દોષ જાહેર કર્યો છે. અમદાવાદ પોલીસે 2017માં મેવાણી સહિત અન્ય પર ટ્રેન રોકો પ્રદર્શન કર્યું હતું. જેમાં ટ્રેન 20 મિનિટ સુધી કાલૂપુર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવા મામલે મામલે દાખલ કરવમાં આવ્યો હતો. આ પ્રદર્શન રાજ્ય સરકારની નીતિઓ વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. 

jignesh-mevani -says-two-top-police-people-are-indicating-that-i-can-be-killed-in-an-

વાંચવા જેવું: મોરબી પગારકાંડ મામલે મોટા સમાચાર, રાણીબાને મળી રાહત, કોર્ટે આપ્યો આદેશ

રેલવે એક્ટની કલમ 153 હેઠળ કેસ દાખલ કરાયો
મેવાણી અને અન્ય 30ની વિરૂદ્ધ ભારતીય દંડ સહિતાની વિવિધ કલમો દાખલ કરવામાં આવી હતી. 31માંથી 30 મહિલા હતી. જેમની વિરૂદ્ધ રેલવે એક્ટની કલમ 153 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં એક સત્ર અદાલતે મેવાણીને નિર્દોષ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અત્રે જણાવીએ કે, ગત વર્ષે અમદાવાદના ઈનકમ ટેક્સ સર્કલ પર 2016માં બખોડો કરવા તેમજ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેસમાં નિર્દોષ જાહેર કરાયો હતો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ