બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat cold forecast weather department uttrayan 2021
ADVERTISEMENT
ઉત્તરાયણમાં પતંગરસિકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં પવનની ઝડપ 10થી 15 કિલોમીટરની રહેશે. સમગ્ર ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પૂર્વ તરફથી પવન વહેતો રહેશે. મહત્વનુ છે કે, ઉત્તરાયણમાં પણ આ વર્ષે સારો પવન હોવાથી પતંગરસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદના પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર એ છે કે, અમદાવાદમાં પવનની ગતિ અન્ય શહેરોની સરખામણીએ ઓછી રહે તેવી આગાહી છે. અમદાવાદમાં પ્રતિ કલાકે 8થી 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો રહેશે. જોકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ ઝડપી રહેશે.
ADVERTISEMENT
રાજ્યમાં ફરી કડકતી ઠંડી માટે રહો તૈયાર રહેવું પડશે
રાજ્યમાં કેટલીક જગ્યાઓએ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તો કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની પણ આગાહી કરવામા આવી છે. અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
ઉતરાયણ માટેની સરકારની ગાઈડલાઈન
ઉત્તરાયણ પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે તેની પર રોક લગાવવાની અરજીના વિરોધમાં વેપારીઓએ પણ અરજી કરી હતી. ત્યારબાદ ઉત્તરાયણની ઉજવણીને લઇને હાઇકોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ મુદ્દે રાજ્ય સરકારે ગઇકાલે હાઈકોર્ટમાં જવાબ આપતા કહ્યું હતું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. હાઈકોર્ટે સરકારની ગાઈડલાઈનને મંજૂર રાખી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.