બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:39 AM, 28 April 2026
ગુજરાતની 15 મહાનગરપાલિકાની કુલ 1001 બેઠકો માટે આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સવારે 9 વાગ્યાથી ગણતરીની પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય માહોલ ગરમાયો છે અને બપોર સુધીમાં મોટાભાગના પરિણામો સ્પષ્ટ થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સૌથી વધુ ચર્ચા ભાજપના લાંબા સમયથી ચાલતા પ્રભુત્વને લઈને છે.
ADVERTISEMENT
આ ચૂંટણીમાં એક મહત્વની બાબત એ છે કે ભાજપના 43 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. કુલ 11 મહાનગરપાલિકાઓમાં ભાજપને આ સીધી જીત મળી છે, જે તેની મજબૂત સંગઠન શક્તિ દર્શાવે છે. આણંદમાં સૌથી વધુ 12 ઉમેદવારો બિનહરીફ રહ્યા છે, જ્યારે પોરબંદરમાં 11 અને મહેસાણામાં 5 ઉમેદવારોને કોઈ ટક્કર મળી નહોતી. અમદાવાદ, વડોદરા અને નવસારીમાં પણ કેટલાક ઉમેદવારો નિર્વિઘ્ન જીત્યા છે.
ADVERTISEMENT
અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા બે દાયકાથી ભાજપ સત્તામાં છે જ્યારે સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં લગભગ ત્રણ દાયકાથી ભાજપનું શાસન રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે પણ ભાજપ આ દબદબો જાળવી રાખે છે કે પછી વિરોધ પક્ષો તેમાં ગાબડું પાડી શકે છે.
ADVERTISEMENT
આ વખતે ચૂંટણી ખાસ રહી છે કારણ કે તે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા અને 27 ટકા ઓબીસી અનામત લાગુ થયા બાદ યોજાઈ છે. તેમ છતાં, મતદાનમાં ખાસ વધારો નોંધાયો નથી. સરેરાશ અંદાજે 55 ટકા મતદાન થયું છે અને લગભગ 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા નહોતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ, 25 હજારથી વધુ ઉમેદવારોના ભાવીનો ફેંસલો
વાપી મહાનગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. બીજી તરફ ગાંધીધામમાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન થયું હતું. હવે મતગણતરીના પરિણામો પરથી સ્પષ્ટ થશે કે જનતાનો મિજાજ કઈ દિશામાં ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.