ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / VIDEO : ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થતાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ વાલીઓને ધરપત આપી
Last Updated: 06:27 PM, 26 February 2026
ADVERTISEMENT
Gujarat Board Exam 2026 : રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહત્ત્વનો હોય છે, ત્યારે વાલીઓમાં પણ ઉત્સુકતા અને ચિંતા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય શિક્ષણમંત્રી રિવાબા જાડેજા ગાંધીનગરના સેક્ટર 23 સ્થિત એમ.બી. પટેલ સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા.
ADVERTISEMENT
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થતાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ ગાંધીનગરની સ્કૂલ બહાર વાલીઓને ધરપત આપી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 26, 2026
#BoardExams #Class12 #GujaratBoard #RivabaJadeja #Gandhinagar #EducationNews #GujaratNews #Gujarat #Reels #Shorts #VTVDigital pic.twitter.com/hSSZJsfjoI
વાલીઓ સાથે સીધી વાતચીત
ADVERTISEMENT
પરીક્ષા કેન્દ્ર બહાર ઊભેલા વાલીઓને સંબોધતા તેમણે સૌપ્રથમ ચિંતા ન કરવા અનુરોધ કર્યો. તેમણે જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. રિવાબા જાડેજાએ હળવી રીતે કહ્યું કે, વાલીઓના ચહેરા જોઈને એવું લાગી રહ્યું છે કે, જાણે તેઓ જ પરીક્ષા આપવા આવ્યા હોય. તેમણે સમજાવ્યું કે, જો વાલીઓ વધારે ટેન્શનમાં રહેશે તો તેની સીધી અસર બાળકો પર પડશે.

ADVERTISEMENT
બાળકોને યુદ્ધમાં નથી મોકલતા: રિવાબા જાડેજા
શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પરીક્ષા કોઈ યુદ્ધ નથી. બાળકો પોતાનું ભવિષ્ય બનાવવાની દિશામાં એક પગલું ભરી રહ્યા છે. તેથી વાલીઓએ હિંમત અને વિશ્વાસ આપવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, જો કોઈ વિદ્યાર્થીને અપેક્ષિત માર્ક્સ ન મળે તો તે ફરી પરીક્ષા આપી વધુ સારા પરિણામ મેળવી શકે છે. જીવનમાં એક પરીક્ષા અંતિમ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્રધાનમંત્રી મોદી 28 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત, સાણંદ પહોંચીને કરશે આ કામ
હસતા રહેશો તો બાળકો પણ ખુશ રહેશે
ADVERTISEMENT
શિક્ષણમંત્રીએ વાલીઓને સંદેશ આપ્યો કે તમે જેટલા શાંત અને ખુશ રહેશો, એટલા જ બાળકો નિર્ભય અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. અંતમાં તેમણે તમામ વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો