ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીનું એલાન, 26 આમંત્રિત સભ્યો સાથે 106 લોકોને સ્થાન મળ્યું
Last Updated: 07:48 PM, 19 January 2026
ADVERTISEMENT
ગુજરાત પ્રદેશ ભાજપમાં મહામંત્રીઓની નિમણૂંક બાદ પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કારોબારીના સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની 19 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ કારોબારી તેમજ પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી દ્વારા આજે પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
— BJP Gujarat (@BJP4Gujarat) January 19, 2026
સૌ પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/uWmPbtaWH1
ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 લોકોની પ્રદેશ કારોબારીમાં નિમણૂંક કરવામાં આવતી હોય છે. જે પૈકી પ્રદેશ હોદ્દેદારોની અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યારે પ્રદેશ કારોબારીના બાકી રહેતા સભ્યોની સંગઠનાત્મક નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવી છે.
ADVERTISEMENT
થોડા સમય પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી. નવી સંગઠનની ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ અનિરૂદ્ધ દવે, ડૉ.પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 મહામંત્રી અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે. સંગઠનની બાકી રહેલી નિમણૂંકોની જાહેરાત કરાઈ છે. મહામંત્રી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, રાજકોટના ડો. પ્રશાંત કોરાટ, ખેડાના અજય બ્રહ્મભટ્ટ, સુરેન્દ્રનગરના હિતેન્દ્ર ચૌહાણની વરણી કરવામાં આવી છે. જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની વરણી કરાઈ છે. મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની વરણી કરવામાં આવી છે. ડો. પરિન્દુ ભગત કોષાધ્યક્ષ જ્યારે મોહન કુંડારીયાન સહકોષાધ્યક્ષ બનાવાયા છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બગદાણા બબાલમાં નવનીત બાલધિયાને પૂછપરછ માટે રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસે બોલાવાયા
મહામંત્રી
ADVERTISEMENT
અનિરૂદ્ધ દવે કચ્છ
ડો.પ્રશાંત કોરાટ રાજકોટ
ADVERTISEMENT
અજય બ્રહ્મભટ્ટ ખેડા
હિતેન્દ્ર ચોહાણ સુરેન્દ્રનગર
મુખ્ય પ્રવકતા - ડો.અનિલ પટેલ
મીડીયા ઈન્ચાર્જ - પ્રશાંત વાળા
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો