ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું આ છે વિકાસ? જીવના જોખમે લોકો નદીમાંથી નનામી લઇ જવા મજબૂર, દ્રશ્યો રડાવી દેશે
5 ફોટો ગેલેરી
Last Updated: 02:32 PM, 2 July 2025
1/5
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે વિકાસની પોલ ખુલતા વાસ્તવિકતા સામે આવી છે. અહીં કિમ નદી પર પુલ ના હોવાને કારણે ગામલોકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને કારણે લોકોના રોજિંદા જીવનમાં ખલેલ ઊભી થાય છે.
2/5
આ વિસ્તારના ખાસ કરીને આદિવાસી સમાજના લોકો આજે પણ પુલ જેવી પ્રાથમિક સુવિધા વગર જીવન જીવી રહ્યા છે. ચોમાસામાં જો નદીમાં ઘોડાપૂર હોય અને કોઈ વ્યક્તિનું અવસાન થાય, તો અંતિમ સંસ્કાર માટે નદી પાર કરવી બહુ જ મુશ્કેલ બની જાય છે. લોકો કમરની ઊંચાઈએ પાણીમાં નનામી લઈને નદી પાર કરવા મજબૂર થયા છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ઓછામાં ઓછું અંતિમ સંસ્કાર માટે નનામી લઈને લોકોને આવી હાલાકી ન ભોગવવી પડે અને જીવના જોખમે ક્રિયા ન કરવી પડે તે માટે પુલ અથવા ઓછામાં ઓછું નાળુ બનાવી શકે છે. આ એક માનવમર્યાદાનો પ્રશ્ન છે જેની તરફ તંત્રએ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ