ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ગુજરાતમાંથી સેટેલાઈટ લોન્ચ કરી શકાશે', અર્જુન મોઢવાડિયાની વિધાનસભામાં મોટી જાહેરાત

ગાંધીનગર / 'ગુજરાતમાંથી સેટેલાઈટ લોન્ચ કરી શકાશે', અર્જુન મોઢવાડિયાની વિધાનસભામાં મોટી જાહેરાત

Published By: Priykant Shrimali

Last Updated: 05:58 PM, 16 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Satellite Launch Gujarat : ગુજરાત માટે ગૌરવની ક્ષણ: હવે ગુજરાતમાંથી પણ સેટેલાઈટ લોન્ચ થવાની શક્યતા, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

Satellite Launch Gujarat : ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય તેવી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિધાનસભામાં જણાવ્યું કે, આવનારા સમયમાં ગુજરાતમાંથી પણ સેટેલાઈટ લોન્ચ કરવાની શક્યતા ઉભી થઈ રહી છે. મંત્રીએ માહિતી આપી કે સેટેલાઇટ રોકેટ લોન્ચિંગ પેડ માટે ગુજરાતમાં યોગ્ય જગ્યા શોધવામાં આવી છે. આ માટે ISRO દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ દીવ અને કોડીનાર વચ્ચેનો દરિયાકાંઠાનો વિસ્તાર લોન્ચિંગ પેડ માટે યોગ્ય હોવાનું માનવામાં આવ્યું છે.

અહેવાલ અનુસાર આ વિસ્તાર ભૌગોલિક અને ટેક્નિકલ દૃષ્ટિએ અનુકૂળ છે, જેના કારણે ભવિષ્યમાં અહીંથી સેટેલાઇટ રોકેટ લોન્ચ કરવાની યોજના આગળ વધી શકે છે. જો આ પ્રોજેક્ટ સાકાર થશે તો ગુજરાત દેશના અવકાશ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સ્થાન મેળવી શકે છે. આ જાહેરાતને કારણે ગુજરાતમાં વૈજ્ઞાનિક વિકાસ, ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રે નવી તકો ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે આ પ્રોજેક્ટ રાજ્યના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આ દિવસે ગાજવીજ સાથે વરસાદ, જાણો કયા સ્થળોએ વરસશે, હવામાન વિભાગની આગાહી

હાલમાં ભારતમાં મુખ્ય સેટેલાઈટ લોન્ચિંગ કેન્દ્ર સતીષ ધવન સ્પેસ સેન્ટર છે, જે શ્રીહરિકોટા ખાતે આવેલું છે. જો ગુજરાતમાં પણ લોન્ચિંગ પેડ વિકસિત થશે તો દેશના અવકાશ મિશનમાં વધુ ઝડપ અને ક્ષમતા ઉમેરાશે. આ રીતે ગુજરાત માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પહેલ બની શકે છે, જે રાજ્યને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ મજબૂત બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat spaceport ISRO Gujarat launch site Gujarat satellite launch

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ