ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આ દિવસે ગાજવીજ સાથે વરસાદ, જાણો કયા સ્થળોએ વરસશે, હવામાન વિભાગની આગાહી

IMD અપડેટ / ગુજરાતમાં આ દિવસે ગાજવીજ સાથે વરસાદ, જાણો કયા સ્થળોએ વરસશે, હવામાન વિભાગની આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 05:45 PM, 16 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Unseasonal Rain Forecast : ગરમીની વચ્ચે હવે હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા, ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી માવઠાની આગાહી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Unseasonal Rain Forecast : રાજ્યમાં સતત વધી રહેલ ગરમીની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગરમીની વચ્ચે હવે હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે. આ કારણે ગરમીમાં થોડી રાહત મળશે, પરંતુ હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે.

શું કહ્યું હવામાન વિભાગે ?

વિગતો મુજબ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે, 18 માર્ચથી રાજ્યના હવામાનમાં ફેરફાર શરૂ થઈ શકે છે. 18 માર્ચથી 22 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ બદલાવ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની હવામાન પ્રણાલી જવાબદાર હોવાનું જણાવાયું છે.

ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી માવઠાની આગાહી

હવામાન વિભાગ અનુસાર 18 માર્ચે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડી શકે છે.

આ તરફ 19 માર્ચે વરસાદનું પ્રમાણ વધુ વિસ્તારોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 20 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને પાલનપુર વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર, LPG ગેસ લઈને જહાજ 'શિવાલિક' ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ વધવાની શક્યતા છે અને પવન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.આ કમોસમી વરસાદને કારણે એક તરફ ગરમીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ બીજી તરફ હવામાનમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain Gujarat Rain Forecast Gujarat Weather Update

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ