બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના રાજુલામાં યુવક-યુવતીના પ્રેમલગ્ન બાદ વરઘોડા કાઢતાં એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે મારામારી, 1ને ગંભીર ઈજા

ઘટના / અમરેલીના રાજુલામાં યુવક-યુવતીના પ્રેમલગ્ન બાદ વરઘોડા કાઢતાં એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે મારામારી, 1ને ગંભીર ઈજા

Published By: Priyankka Triveddi

Last Updated: 11:32 AM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: અમરેલીના રાજુલામાં મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પથ્થમારાની ઘટના સામે આવી છે.

Amreli News: અમરેલીમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પત્થરમરની ઘટના સામે આવી છે જેમાં યુવક અને યુવતીએ પ્રેમ લગ્નમાં ધામધૂમથી વરઘોડો કાઢ્યો હોવાને લીધે આ ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

રાજુલા તાલુકાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડા સમયે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર યુવક-યુવતીએ થોડા દિવસ પહેલાં પ્રેમલગ્ન કર્યા બાદ આજે ધામધૂમપૂર્વક વરઘોડો કાઢવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન યુવતીના પરિવારજનોએ અચાનક હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલી અથડામણથી ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: ભવનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું માનવ મહેરામણ, સોમનાથ ખાતે ફૂલ-લાઈટિંગથી ઝગમગ્યું પ્રથમ જ્યોતિર્લિંગ

vtv app promotion

અમરેલીમાં આજે જે ઘટના બની છે તેમ એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના બનાઈ છે. યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. અને ત્યારબાદ યુવકે ધામધૂમથી વરઘોડો કાઢતા લોકોમાં રોષ ભરાયો હતો અને તેઓ પોતાની જ જ્ઞાતિના લોકો પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં સામા પક્ષેથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આમ બંને જૂથો એકબીજાની સામે આવી ગયા હતા. આ ઘટનામાં ભાવેશ ભીલ નામના યુવકને પથ્થર વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડુંગર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Love marriage dispute Mobhiyana village clash Amreli News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ