બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર લારી-ગલ્લાવાળાઓએ કર્યો પથ્થરમારો, વીડિયો વાયરલ
Last Updated: 12:40 PM, 3 January 2026
Ahmedabad AMC Team : મેટ્રોસિટી અમદાવાદમાં AMCની એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા નગરમાં AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની એસ્ટેટ વિભાગની ટીમ બ્રિજની નીચે થયેલા દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન ટીમ અને સ્થાનિક લારી ગલ્લાવાળાઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં AMCની ટીમ પર હુમલો
— Priykant Journalist (@Priykantnews) January 3, 2026
દબાણ દૂર કરવા ઠક્કરબાપા નગર ગયેલી ટીમ પર પથ્થરમારો
સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ કર્યો પથ્થરમારો
હુમલાની ઘટનાનો વીડિયો વાયરલ #Ahmedabad #AMC #Thakkarbapanagar #MunicipalAction #StreetVendors #ViralVideo #AhmedabadNews @AhmedabadPolice pic.twitter.com/3cc81RHRRw
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
AMCની ઉત્તર ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી છે. આ અંતર્ગત ટીમ ઠક્કરબાપા નગર બ્રિજની નીચે પહોંચી હતી, જ્યાં ફ્રુટ, પાણીપુરી સહિતની લારીઓ રોડ ઉપર ઉભી હોવાથી અવરજવર મુશ્કેલ બની રહી હતી. કાર્યવાહી દરમિયાન કેટલીક લારીઓ જપ્ત કરી દબાણ શાખાની ગાડીમાં ભરવામાં આવી હતી. જોકે સ્થાનિક લારીવાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એક લારી ગાડીમાંથી ઉતારી લેવામાં આવી હતી. ત્યારબાદ બીજી લારી જપ્ત કરવાની કાર્યવાહી વખતે ઘર્ષણ વધ્યું હતું.

ADVERTISEMENT
આ તરફ ધીરે ધીરે ત્યાં લોકોનું ટોળું ભેગું થયું અને વાતાવરણ તંગ બન્યું. કેટલાક લોકોએ હાથમાં પથ્થર લઈ હિંસાની તૈયારી દર્શાવી હતી. જોકે, AMCના કર્મચારીઓએ મોબાઈલ દ્વારા વીડિયો ઉતારવાનું શરૂ કરતાં મોટાભાગના લોકોએ પથ્થરો મૂકી દીધા હતા. આ દરમિયાન એક વ્યક્તિ દ્વારા ટીમ પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં AMCની ટીમને ત્યાંથી પાછા ફરવું પડ્યું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાએ ચર્ચાનું રૂપ લીધું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.