બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ખેડામાં શાર્પ ટર્ન પર કાર પલટી, ધસમસતા પાણીમાં તણાઈ; અમદાવાદના 4 યુવકોનાં મોત
Last Updated: 07:22 AM, 24 July 2026
Ahmedabad Rain Kheda Car Accident : જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક ગોઝારી દુર્ઘટનામાં અમદાવાદના 4 યુવકોનાં મોત થતાં અરેરાટી ફેલાઈ છે. માતર-ખેડા હાઈવે પરથી મોતીપુરા તરફ જતા રસ્તા પર અંધારામાં શાર્પ ટર્ન લેતી વખતે અર્ટિગા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જોતજોતામાં કાર પલટી મારી ગરનાળાના ધસમસતા પાણીના પ્રવાહમાં ખાબકી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 4 યુવકોનાં મોત થયાં છે, જ્યારે 2 લોકોને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, અમદાવાદ પાસિંગની અર્ટિગા કારમાં સવાર લોકો અમદાવાદ તરફથી માતર-ખેડા હાઈવે થઈ મોતીપુરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભારે વરસાદ અને અંધારાના કારણે રસ્તા પર આવેલા શાર્પ ટર્ન પર કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. કાર અચાનક પલટી મારીને ગરનાળાના ધસમસતા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો પણ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં ખેડા ફાયર બ્રિગેડની ટીમ સહિત વહીવટી અને પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. SDM સૂરજ બારોટ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, SP વિજય પટેલ, DySP અને મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર રેસ્ક્યૂ કામગીરીની દેખરેખ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, કારમાં સવાર 6 લોકોમાંથી 4 યુવકોનાં મોત થયાં હતાં. જ્યારે 2 લોકોને જીવિત બચાવી લેવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત બંનેને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોની ઓળખ આ પ્રમાણે થઈ છે:
ADVERTISEMENT
મૃતકોના મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દુર્ઘટનામાં બચાવી લેવાયેલા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની ઓળખ ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગીલ (38), રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ અને મુકેશભાઈ ચૌહાણ (32), રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ તરીકે થઈ છે.
ભારે વરસાદ વચ્ચે બનેલી આ ગોઝારી દુર્ઘટનામાં અમદાવાદના 4 યુવકોનાં મોત થતાં તેમના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.