બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી હડકંપ, જુઓ લાઈવ દ્રશ્યો
અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો સામે આવી રહ્યાં છે.
ADVERTISEMENT
અમદાવાદના મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર, જુઓ વાયરલ વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
(પ્લેન એર ઇન્ડિયાનું હોવાના અહેવાલ, યાત્રિકોથી સવાર ફ્લાઇટ લંડન જઇ રહી હોવાના અહેવાલ, બહુમાળી ઈમારતોને નુકસાન થવાની પ્રાથમિક માહિતી, અનેક મુસાફરો પણ ઘાયલ થયાના અહેવાલ)#ahmedabad… pic.twitter.com/c27rkvqKtT
એર ઈન્ડિયાનું વિમાન હોવાની પ્રાથમિક માહિતી
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ પેસેન્જર વિમાન હોવાની પ્રાથમિક માહિતી છે તેમજ એર ઈન્ડિયાનું વિમાન છે. ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી હોવાનું પ્રાથમિક અનુંમાન લગાવાય રહ્યું છે. આ દુર્ઘટનાને પગલે બહુમાળી ઈમારતોને નુકસાન થવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
વધુ વાંચો : અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, અનેકના મોતની આશંકા
ADVERTISEMENT
અમદાવાદમાં પ્લેન ક્રેશ, અફરાતફરીનો માહોલ સર્જાયો.... pic.twitter.com/gZJsyVDluw
— Jay Bhatt (@JayBhattvtv) June 12, 2025
વિમાનમાં 242 યાત્રિકો સવાર હતા
ADVERTISEMENT
હાલ પ્રાથમિક માહિત મુજબ વિમાનમાં 242 યાત્રિકો સવાર હતા. જેમાં અનેક મુસાફરોના મોતની આશંકા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા.. pic.twitter.com/lsOPQZhJzK
— Jay Bhatt (@JayBhattvtv) June 12, 2025
ADVERTISEMENT
ઘટનાને પગલે તંત્ર દોડતું થયું
અમદાવાદમાં પ્લેન ક્રેશ થતાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. હાલ ઈજાગ્રસ્ત પેસેન્જરોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો :
અમદાવાદમાં મોટી દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ pic.twitter.com/KC8PlPnaJs
— Jay Bhatt (@JayBhattvtv) June 12, 2025
સિવિલમાં દોડાદોડી થઈ ગઈ
અમદાવાદના મેઘાણીનગરમાં આજે મોટી દુર્ઘટના બની છે જેમાં પ્લેન ક્રેશ થતા સિવિલમાં દોડાદોડી થઈ ગઈ હતી. જેની અંદરના વીડિયો સામે આવ્યા છે.
વધુ વાંચો : અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, 50ના મોત, સિવિલમાં રોકકળ
અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થતા સિવિલમાં દોડાદોડી, સામે આવ્યા Inside વિઝ્યુઅલ#ahmedabad #ahmedabadpolice #civilhospital #meghaninagar #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews #vtvdigital pic.twitter.com/WLYx3AdEZo
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
પ્લેન સાત મિનિટ મોડું ઉપડ્યું હતું
અમદાવાદમાં પ્લેન સાત મિનિટ મોડું ઉપડ્યું હતું અને વિમાનના ટેક ઓફ બાદ તરત જ પ્લેન ક્રેશ થયુ હતું. પ્લેન ક્રેશ થયો તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
જુઓ અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયા બાદનો પ્રથમ Exclusive વીડિયો#ahmedabad #ahmedabadpolice #meghaninagar #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews #vtvdigital pic.twitter.com/LSXXKfRVfk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
દુર્ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ માહિતી મેળવી
અમદાવાદ દુર્ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માહિતી મેળવી છે અને ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. રાહત અને બચાવ યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું છે.
#WATCH | Relief and rescue efforts are underway at the site of Air India plane crash in Ahmedabad
— ANI (@ANI) June 12, 2025
Union Home Minister Amit Shah has spoken to the Gujarat CM and promised all Central assitance pic.twitter.com/PqsaCsnFKd
ફ્લાઈટમાં વિજય રુપાણી હતા
અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાનું પણ સામે આવ્યું છે. મુસાફરો જે લિસ્ટ છે તેમાં 12 નંબરમાં વિજય રૂપાણીનું નામ સામેલ છે. બોર્ડિગ પાસનો ફોટો પણ વાયરલ થયો છે. આ જ ફ્લાઈટમાં લંડન જવા હતા.
અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાનું પણ સામે આવ્યું છે. મુસાફરો જે લિસ્ટ છે તેમાં 12 નંબરમાં વિજય રૂપાણીનું નામ સામેલ છે. pic.twitter.com/nmt9WiCwiq
— Jay Bhatt (@JayBhattvtv) June 12, 2025
એરપોર્ટ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે
અમદાવાદની તમામ ફ્લાઈટ અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે. પ્લેન ક્રેશની ઘટનાને પગલે એરપોર્ટ સાંજ 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે. દુર્ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
#WATCH Rescue and relief operations are underway at the site of the Air India plane crash in Ahmedabad
— ANI (@ANI) June 12, 2025
A green corridor to transport injured passengers for treatment and to hospitals is being established. pic.twitter.com/oUfpTc7VTB
PM મોદીએ ગૃહમંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાત કરી : સૂત્ર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે PM મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ અમદાવાદ જવા અને વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા જણાવ્યું છે.
#WATCH | Relief and rescue efforts are underway at the site of Air India plane crash in Ahmedabad pic.twitter.com/PBnObCxEJr
— ANI (@ANI) June 12, 2025
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.