બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, અનેકના મોતની આશંકા
અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયર ટીમ ઘટના સ્થળ પર પાંચથી વધારે વાહનો પહોંચ્યા છે. આ તરફ હાલ બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદના મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર, જુઓ વાયરલ વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
(પ્લેન એર ઇન્ડિયાનું હોવાના અહેવાલ, યાત્રિકોથી સવાર ફ્લાઇટ લંડન જઇ રહી હોવાના અહેવાલ, બહુમાળી ઈમારતોને નુકસાન થવાની પ્રાથમિક માહિતી, અનેક મુસાફરો પણ ઘાયલ થયાના અહેવાલ)#ahmedabad… pic.twitter.com/c27rkvqKtT
અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમદાવાદ શહેરના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. ફાયર અને પોલીસને મેસેજ મળતાની સાથે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.