બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એક વળાંક, સગીરાના પિતાએ જયરાજસિંહ પરના આરોપ વિશે આપ્યું ચોંકાવનારુ નિવેદન

ઘટસ્ફોટ / અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એક વળાંક, સગીરાના પિતાએ જયરાજસિંહ પરના આરોપ વિશે આપ્યું ચોંકાવનારુ નિવેદન

Last Updated: 02:07 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ બે દિવસ પહેલાજ અદાલતમાં સગીરાએ નિવેદન આપ્યું હતું કે તેને અને તેના પરિવારને જયરાજસિંહ અને તેના માણસો દ્વારા વારંવાર ધમકીઓ મળી રહી છે

રાજકોટના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. સગીરાના પિતાએ તેમને કે તેમના પરિવારને કોઇપણ પ્રકારની ધમકી મળ્યાની વાત નકારી દીધી છે..

હજુ બે દિવસ પહેલાજ અદાલતમાં સગીરાએ નિવેદન આપ્યું હતું કે તેને અને તેના પરિવારને જયરાજસિંહ અને તેના માણસો દ્વારા વારંવાર ધમકીઓ મળી રહી છે..સગીરાએ એવું પણ કહ્યું હતું કે જયરાજસિંહના માણસો દ્વારા તેને લખીને અપાયું હતું કે તારે અદાલતમાં આ જ બોલવાનું છે.. સગીરાએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે મને જયરાજસિંહના માણસો દ્વારા ધમકી આપીને અદાલતમાં જે બોલવાનું કહ્યું હતું કે તે હું નથી બોલી પરંતુ જે સાચે સાચુ હતું તે કહી દીધું છે.. તેણે વધુમાં કહ્યું હતું કે તેણે અદાલતમાં એ પણ કહી દીધું છે કે તેને અને તેના પરિવારને જયરાજસિંહના માણસો દ્વારા વારંવાર ધમકીઓ મળી રહી છે.. હવે ખુદ સગીરાના પિતાએ જ સગીરાના નિવેદનને ખોટુ ઠેરવતું નિવેદન આપતા આ કેસમાં મોટો વળાંક આવ્યો છે.

અગાઉ સગીરાએ કોર્ટમાં શું કહ્યું હતું તે જાણવા માટે આ આર્ટીકલ વાંચો

અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક, આરોપી સગીરાએ કોર્ટમાં આ નેતા પર મુક્યા ગંભીર આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી, જેમાં લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહનો હાથ છે. ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accused Girls Father Statement No Threat Received Amit Khunt Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ