બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:02 PM, 12 June 2025
Ahmedabad plane crash : અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ 50 જેટલા લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
જુઓ અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયા બાદનો પ્રથમ Exclusive વીડિયો#ahmedabad #ahmedabadpolice #meghaninagar #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews #vtvdigital pic.twitter.com/LSXXKfRVfk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
અમિત શાહે મુખ્યમંત્રી CM, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.
આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today, 12 June 2025. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest on https://t.co/Fnw0ywg2Zt and on our X handle (https://t.co/Id1XFe9SfL).
— Air India (@airindia) June 12, 2025
-Air India…
અમદાવાદમાં 242 પેસેન્જર્સ સાથેનું Air Indiaનું પ્લેન ક્રેશ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
પ્લેનમાં સવાર પૂર્વ CM વિજય રૂપાણી પણ ઇજાગ્રસ્ત#excmvijayrupani #vijayrupani #ahmedabad #ahmedabadpolice #meghaninagar #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews… pic.twitter.com/ii5UHD2SHO
ADVERTISEMENT
અમદાવાદ શહેરના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. ફાયર અને પોલીસને મેસેજ મળતાની સાથે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના
— Priykant Journalist (@Priykantnews) June 12, 2025
ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ
મેઘાણીનગર ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ #Ahmedabad #PlaneCrash #BreakingNews #AirportEmergency #viralVideo #socialMedia pic.twitter.com/do3kUkPJ64
ADVERTISEMENT
પૂર્વ CM વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હોવાની આશંકા
આ દુર્ઘટનાન સમાચારની વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાનું અને તેઓ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં વિમાન દુર્ઘટના
— Priykant Journalist (@Priykantnews) June 12, 2025
ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ
મેઘાણીનગર ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ
#Ahmedabad #PlaneCrash #BreakingNews #AirportEmergency #viralVideo #socialMedia pic.twitter.com/jROxqOYHeG
આ પણ વાંચો : અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, અનેકના મોતની આશંકા
CM સુરતથી અમદાવાદ આવવા રવાના
અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.