બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર વિરૂદ્ધ લેવાશે એક્શન
Last Updated: 10:18 AM, 15 January 2026
Ahmedabad DEO Offices Digitization: રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ તમામ વહીવટી અને શૈક્ષણિક ફાઈલ કામગીરી ઈ-સરકાર પોર્ટલ મારફતે જ કરવાની રહેશે.આ નવા આદેશ અનુસાર હવે DEO કચેરીઓમાંથી શાળા કમિશનર કચેરીમાં મોકલાતી તમામ ફાઈલો અને પત્રવ્યવહાર માત્ર ઈ-સરકાર સિસ્ટમ મારફતે જ સ્વીકારવામાં આવશે. શાળા કમિશનર કચેરીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોઈપણ પ્રકારની હાર્ડ કોપી ફાઈલ કે પત્ર સ્વીકારવામાં નહીં આવે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના કચેરી સ્તરે ઈ-સરકાર પ્રણાલીનું સંપૂર્ણ અમલીકરણ કરવા કડક સૂચનાઓ આપી છે. આથી ફાઈલ પ્રક્રિયામાં વિલંબ ઘટશે તેમજ દસ્તાવેજોનું ટ્રેકિંગ પણ સરળ બનશે. આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ડિજિટલ સિસ્ટમને અપનાવવાથી શિક્ષણ વિભાગની કામગીરી વધુ કાર્યક્ષમ અને ઝડપી બનશે તો સાથે વહીવટી પ્રક્રિયાઓ પણ વધુ સરળ અને સુગમ બનશે.
ADVERTISEMENT
આજે ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમ લગભગ બધએ હાથવાગી થઈ ગઈ છે ત્યારે સરકારી ઓફિસને પણ પેપરલેસ બનાવવા રાજ્ય સરકાર દ્વારા ઈ-સરકાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પાછળ સરકારનો મુખ્ય હેતુ મેન્યુઅલ સિસ્ટમને પૂરી રીતે ઇલેક્ટ્રોનિક ફાઇલ બનાવી અને તેના રેકર્ડ મેનેજમેન્ટ સિસ્ટમના ઉપયોગથી સરકારી કચેરીની કામગીરીને વધુ આધુનિક બનાવવાનો છે. અને આ હેતુસર જ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના કાર્યાલયમાં કે ઓફિસમાં ઈ-સરકારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. અને આજથી કડક રીતે એકપણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોઈપણ પ્રકારની ફાઈલની કાર્યવાહી હાર્ડ કોપીમાં ન કરવા ખાસ આદેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પહેલા પણ ઘણીવાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેનો પૂરેપૂરો અમલ કચેરીઓ નહીં કરતી હોવાથી હવે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર શાળાઓની કચેરી ખાતે મોકલવામાં આવતી તમામ ફાઇલો અને પત્ર હવે માત્ર ઈ-સરકાર મારફતે જ મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી થશે તેવી પણ જણાવાયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.