બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેતરેથી બાઈક પર ઘેર જઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી ગળું કપાતાં યુવકનું મોત

દુઃખદ / ખેતરેથી બાઈક પર ઘેર જઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી ગળું કપાતાં યુવકનું મોત

Vishal Khamar

Last Updated: 11:26 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં પતંગની દોરીથી યુવાનનું મોત નિપજ્યું હતું. પીલુદરા ગામનો રહેવાસી રાહુલ પરમારનું મોત નિપજ્યું હતું.

ભરૂચના પીલુદરા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. રાહુલભાઈ પરમાર નામના વ્યક્તિનું દોરીથી ગળું કપાતા મોત નિપજ્યું હતું. બાઈક લઈને ખેતરથી ઘરે જતા સમયે રાહુલનું ગળું કપાઈ જતા મોત થયું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. વેડસ પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા લાભ મળે તેવી સાંત્વના આપી હતી.

સ્થાનિકોએ યુવકને સારવાર અર્થે ખસેડ્યો

જંબુસર તાલુકાના પીલુદરા ગામે પતંગની દોરી વાગવાના કારણે એક યુવકનું દુઃખદ મોત થયું છે. આ કરુણ ઘટના આજે બપોરે અંદાજે 1.30 વાગ્યાના સમયે બની હતી. ઘટનામાં મોતને ભેટનાર યુવકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે કરવામાં આવી છે. તેઓ પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારમાં રહેતા હતા. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણે દિવાળી! અમદાવાદમાં મકર સંક્રાંતિની સાંજે આતશબાજી, લોકોનો છેલ્લી ઘડીનો ધસારો

ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

રાહુલભાઈ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગની દોરી તેમના ગળામાં ફસાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. દોરી વાગતા જ તેમનું ગળું ઊંડે સુધી કપાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch News Bharuch Kite String
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ