ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ઉત્તરાયણે દિવાળી! અમદાવાદમાં મકર સંક્રાંતિની સાંજે આતશબાજી, લોકોનો છેલ્લી ઘડીનો ધસારો
Last Updated: 09:49 PM, 14 January 2026
ADVERTISEMENT
ગુજરાતના અમદાવાદમાં શાનદાર રીતે ઉત્તરાયણનો ઉત્સવ ઉજવાય છે. જેમાં પતંગ રસિકો સવારથી આજે ધાબા પર ચઢી ગયા હતા. જેમાં સવારે સારો પવન નહતો પરંતુ બપોર બાદ પવન થોડ્યો વધ્યો હતો. ત્યાર બાદ સાંજ પડતા જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડાયા હતા. અને આકાશમાં શાનદાર આતીશબાજી થઇ હતી.આમ સાંજે અમદાવાદમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
ઉત્તરાયણ + નવરાત્રી + દિવાળી
— Paras Shah (@parashah91) January 14, 2026
Video by Jayesh shah#Uttarayan2026 #Ahmedabad pic.twitter.com/vkM1KKU5pc
આજે ઉત્તરાયણના પર્વને લઇ અમદાવાદીઓ ખુબ એક્સાઈટેડ હતા પરંતુપવનની ગતિનો સાથ નહતો આપ્યો તેમ છતાં પણ લોકોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો નહતો થયો. જેમાં લોકો સવારથી ધાબા પર ચઢ્યા છતાં પવન ન હોવાને લીધે થોડા નિરાશ થયા હતા. લોકોનું કેહવું છે કે, આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નહતી. પરંતુ લોકોએ પરિવાર અને મિત્રો સાથે મસાલેદાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓનો આનંદ માણ્યો હતો.
ADVERTISEMENT

હવે જ્યારે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં સાંજ પડી ત્યારે લોકોએ ફટાકડા ફોડીને સેલિબ્રેશન કર્યું હતું. જેમાં લોકોએ રોકેટ,સ્કાય શૉટ ફોડ્યા હતા. આ સાથે ધાબા પર અનેક લોકો મ્યુજિક સીસ્ટમ પર વાગતા સોંગ પર ગરબા ગાતા પણ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક તરફ લોકો ધાબા પર ગરબા ગઈ રહ્યા હતા તો બીજી તરફ આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. આથી અમદાવાદના ધાબા પર ઉત્તરાયણ, દિવાળી અને નવરાત્રી એમ ત્રણેય તહેવારનો નજારો એક સાથે જોવા મળ્યો હતો. આમ અમદાવાદીઓએ ઉમળકાભેર ઉત્તરાયણના તહેવારને અલવિદા કહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT