ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ઉત્તરાયણે લીધો 5 જિંદગીનો ભોગ, કોઈનું ગળું કપાવાથી તો કોઈનું પતંગ પકડવા જતા મોત

દુઃખદ / ગુજરાતમાં ઉત્તરાયણે લીધો 5 જિંદગીનો ભોગ, કોઈનું ગળું કપાવાથી તો કોઈનું પતંગ પકડવા જતા મોત

Published By: Nirav Kumar

Last Updated: 08:23 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતમાં ઉત્તરાયણ પર દોરી પતંગના કારણે 5 લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈનું ગળા પર દોરી વાગવાથી તો કોઈનું પતંગ પડકવા જતા મોત થયું હતું.

ADVERTISEMENT

આજે ઉત્તરાયણ પર્વ પર અમુક જગ્યાએથી દુખદ સમાચારો આવ્યા હતા. જેમાં પતંગના કારણે એક બાળક સહિત 5 લોકોએ જિંદગી ગુમાવી છે. આ તહેવારની વચ્ચે તેમના પરિવારમાં દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં 3 જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના દોરીથી ગળા કપાતા મોત થયા છે. તો પતંગ પકડવા જતા 1 બાળક સહિત 2ના મોત થયા છે.  

અરવલ્લીના બાયડ પાસે 1 યુવકનું ગળું કાપતાં મોત થયું હતું. આ જીવ ચાઈનીઝ દોરીએ લીધો હતો. આ સાથે ભરૂચના જંબુસરમાં બાઈક-સવાર યુવકનું ગળું કપાતાં મોત થયું હતું. વડોદરામાં પતંગ પકડવા જતા એક 10 વર્ષના બાળક અને 1 યુવક મળી 2ના મોત થયા છે.

જંબુસરના પીલુદરા ગામે એક યુવકનું કરુણ મોત થયું હતું. આ મોત દોરી વાગવાથી થયું હતું. આ ઘટના બપોરે આશરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં મૃતક યુવકની ઓળખ રાહુલ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. રાહુલ નામનો યુવક જ્યારે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે તેના ગળામાં પતંગની દોરી વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરીને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

vtv app promotion
  • પતંગ પકડવા જતા વડોદરામાં 2ના મોત
    વડોદરામાં 2ના દુ:ખદ મોત થયા છે. આ બંનેની બોડીને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાઈ હતી. જેમાં વાઘોડિયા રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે એક બનાવ બન્યો હતો. અહીંયા 33 વર્ષીય શંકર રાઠવા નામનો વ્યક્તિ ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે તેમનો પતંગ વીજ લાઈનમાં ફસાયો હતો. આ પતંગની દોરી પકડવાનો ટ્રાય કરવા જતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો અચાનક નીચે પટકાયા હતા. પછી તેમને સયાજી સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

વધુ વાંચો : જસદણમાં પતંગ ઉડાવવા બાબતે દારુડિયાઓએ યુવકને પીઠ-હાથમાં છરી મારી, ગંભીર રીતે ઘાયલ

  • તંત્રની કામગીરી પર સવાલ
    સરકાર અને વહીવટી તંત્રએ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં માર્કેટમાં આ દોરીનું વેચાણ ચાલી રહ્યું છે. આથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં સવાલ થઈ રહ્યો છે કે, વહીવટી તંત્રએ આ અંગે કડક ચેકિંગ કર્યું હોત તો લોકોના જીવ બચી શક્યા હોત. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accident Uttarayan Died

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ