ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણમાં પતંગ ઉડાવવા બાબતે દારુડિયાઓએ યુવકને પીઠ-હાથમાં છરી મારી, ગંભીર રીતે ઘાયલ
Last Updated: 07:21 PM, 14 January 2026
ADVERTISEMENT
જસદણમાં પતંગ ઉડાવવા બાબતે યુવક પર છરીથી હુમલો કર્યો હતો. વિશાલ સાયાણી નામના યુવકને પીઠ અને હાથમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હુમલાખોરો દારૂના નશામાં હોવાનો ઈજાગ્રસ્ત યુવકનો દાવો કર્યો હતો. ચિતલીયા રોડ પર હુમલાની ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
Gondal News: ગોંડલમાં ઉત્તરાયણના દિવસે પતંગ મામલે ધિગાણું સર્જાયુ છે. એક જ સમાજના 2 પરિવાર વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો અને એકબીજા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે.

ADVERTISEMENT
રાજકોટના ગોંડલમાં મકરસંક્રાંતિ લોહીયાળ બની છે. મકરસંક્રાંતિના દિવસે અહી જૂથ અથડામણ થવા પામી છે. ભગવતપરામાં એક જ સમાજના 2 પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. ઉત્તરાયણે બંને પરિવારના લોકો પતંગ ચગાવવા ચઢ્યા હતા. સામાન્ય બાબતે બંને પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી જે બાદમાં મારામારી સુધી પહોચી ગઇ હતી.
રાજકોટના ગોંડલમાં મકરસંક્રાંતિના દિવસે જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. ભગવતપરા વિસ્તારમાં ઉતરાયણ પર્વે પતંગ ચગાવવા મામલે બે પરિવારો વચ્ચે બબાલ થઇ હતી. આ બબાલ જોતજોતામાં મારામારી સુધી પહોચતા લોહીયાળ બની હતી. એક જ સમાજના 2 પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. બંને પરિવારના લોકોએ મારામારીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'દુનિયાની ભારત પાસેથી આશાઓ વધી રહી છે', વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલ્યાં PM મોદી
ADVERTISEMENT
આ હુમલામાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અનિલ લુણસિયા નામના યુવકનું સારવાર પહેલા જ મોત નીપજતા માહોલ ઉગ્ર બન્યો છે. મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગોડલ પંથક આમ તો ગુજરાતમાં ચર્ચાસ્પદ રહ્યુ છે ત્યારે આ જે મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં મામલો હત્યા સુધી પહોચતા ફરી ગોડલ આખા ગુજરાતમાં ચર્ચામાં આવ્યુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT