બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વગર પરવાનગીએ અમદાવાદમાં ચાલતો દવાનો ધમધમતો ધંધો, 40 લાખનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 03:11 PM, 3 January 2026
Ahmedabad Medicines : મેટ્રોસિટી અમદાવાદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, વિગતો મુજબ અમદાવાદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ચાલી રહેલા દવાના ધંધા સામે કરવામાં આવેલ કાર્યવાહીમાં અંદાજે રૂ. 40 લાખથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વાસ્તવમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે આકસ્મિક તપાસ દરમિયાન મનહર નગર શોપિંગ સેન્ટરમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અહીં કોઈ માન્ય પરવાનગી વગર એલોપેથીક દવાઓનો મોટો જથ્થો સંગ્રહ અને વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. આ દુકાનમાંથી ધર્મેશ જયંતીલાલ સથવારા નામના વ્યક્તિનો દવાના ધંધા સાથે સંકળાવ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું કે તેઓ પાસે અન્ય સ્થળે દવાનો લાયસન્સ હતો, પરંતુ નિયમ મુજબ વિભાગને જાણ કર્યા વિના અને પરવાનગી વગર આ નવા સ્થળે દવાઓનો જથ્થો રાખ્યો હતો, જે કાયદાનો ભંગ છે.
ADVERTISEMENT

6 દવાઓના નમૂના લઈ તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા
ADVERTISEMENT
વિગતો મુજબ અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ 6 દવાઓના નમૂના લઈ તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. સાથે જ બાકી રહેલો અંદાજે રૂ. 40 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓના કેસમાં નવો વળાંક, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય
ADVERTISEMENT
શું કહ્યું અધિકારીએ ?
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ જણાવ્યું છે કે, લેબોરેટરીના અહેવાલ આવ્યા બાદ સંબંધિત વ્યક્તિ સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ લોકોને અપીલ પણ કરી છે કે, તેઓ હંમેશા માન્ય લાયસન્સ ધરાવતી દુકાનમાંથી જ દવાઓ ખરીદે, જેથી તેમના આરોગ્ય સાથે કોઈ જોખમ ન થાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.