બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓના કેસમાં નવો વળાંક, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

અમદાવાd / ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓના કેસમાં નવો વળાંક, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 12:45 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad NIA : કેસની ગંભીરતા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર તપાસ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપી

Ahmedabad NIA : ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. વાસ્તવમાં આ કેસની ગંભીરતા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર તપાસ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપી છે. મહત્વનું છે કે, હવે NIAની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

શું છે સમગ્ર મામલો ?

નવેમ્બર 2025માં ગુજરાત ATSએ ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે, આ ત્રણેય લોકો ISKP (ઇસ્લામિક સ્ટેટ–ખોરાસાન પ્રાંત)ની વિચારધારાથી પ્રભાવિત હતા અને વિદેશમાં બેઠેલા આતંકી હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા.

રાઇઝિન ઝેર દ્વારા મોટો હુમલો કરવાની યોજના

તપાસમાં સામે આવ્યું કે, આતંકીઓ ખોરાક અથવા પાણીમાં રાઇઝિન જેવા ઘાતક ઝેરનો ઉપયોગ કરીને મોટા પાયે જાનહાનિ કરવાનો ઈરાદો રાખતા હતા. આ યોજના પાછળ આતંકી હેન્ડલર અબુ ખદીજાનો સીધો ઈશારો હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને એક મોટી દુર્ઘટનાને ટાળી છે.

ગાંધીનગર અને બનાસકાંઠાથી ધરપકડ થઈ અને પછી...

વિગતો મુજબ આ ત્રણેય આતંકીઓ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયા હતા. ડો. અહેમદ સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને તે હથિયારો એકત્ર કરવા માટે ગુજરાત આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લાવીને કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાંથી ડો. અહેમદે તેને કલેક્ટ કર્યા હતા. ગુજરાત ATSએ ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ જપ્ત કર્યું હતું. ટેક્નિકલ એનાલિસિસના આધારે અમદાવાદ-મહેસાણા રોડ પર અડાલજ ટોલ પ્લાઝા નજીક ડો. અહેમદને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર લારી-ગલ્લાવાળાઓએ કર્યો પથ્થરમારો, વીડિયો વાયરલ

સંવેદનશીલ સ્થળોની રેકી

તપાસમાં આ વાત પણ સામે આવી છે કે, આરોપીઓએ લખનઉ, દિલ્હી અને અમદાવાદના અનેક સંવેદનશીલ વિસ્તારોની રેકી કરી હતી. તેમનો ઉદ્દેશ્ય ગુજરાત અથવા દેશના અન્ય ભાગોમાં મોટો આતંકી હુમલો કરવાનો હતો. આ તમામ આરોપીઓ સામે UAPA (અનધિકૃત પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ), ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે NIA આ કેસમાં આંતરરાષ્ટ્રીય સંપર્કો, ફંડિંગ અને આતંકી નેટવર્કના અન્ય સભ્યોની પણ તપાસ કરશે. આ કેસ પહેલાં પણ ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા AQISના પ્રચારમાં સંડોવાયેલા ચાર લોકોને ઝડપી લીધા હતા, જે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી આતંકી વિચારધારા ફેલાવતા હતા. આ તમામ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત ATS અને કેન્દ્રિય એજન્સીઓ દેશની સુરક્ષા માટે સતત સજાગ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ATS Ahmedabad NIA ISKP Module
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ