ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોટીલા હાઈવે પર બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત, 10 ઘાયલ, ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતાં બસ સાથે ટકરાયું
Last Updated: 08:23 AM, 14 May 2026
ADVERTISEMENT
Surendranagar Accident: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આજે બસ-ટેન્કર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. સાંગાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા એક ખાનગી લક્ઝરી બસ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘાયલ થયેલા 10 મુસાફરોને સારવાર માટે ખસેડાયા છે.
ADVERTISEMENT
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે અને 10 મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથધરી હતી.
ચોટીલા-રાજકોટ હાઈવે પર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત, 10થી વધુ ઘાયલ#Chotila #RajkotHighway #RoadAccident #BusAccident #VTVDigital pic.twitter.com/En555g2VeS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 14, 2026
ADVERTISEMENT
આ ટક્કર એટલી જોરદાર હતી કે શોર્ટ સર્કિટના કારણે બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માતની જાણ થતા જ ચોટીલાના નાયબ કલેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટર બોલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા 4 મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત / કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 મજૂરોના મોત
ADVERTISEMENT
શોર્ટ સર્કિટથી ટ્રાવેલ્સમાં લાગી આગ ટેન્કરનું ટાયર ફૂટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT