બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / gujarat aam admi party cm face declaration on 4th november by arvind kejriwal

જાહેરાત / આવતીકાલે ગુજરાત માટે જાહેર થશે AAPના મુખ્યમંત્રી પદનો ચહેરો, અરવિંદ કેજરીવાલ કરશે એલાન

MayurN

Last Updated: 12:13 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આવતીકાલે પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે. અરવિંદ કેજરીવાલ શુક્રવારે સવારે પાર્ટીના ચહેરાની જાહેરાત કરશે.

  • આમ આદમી પાર્ટી જાહેર કરી શકે છે CM ચહેરો
  • લોકો પાસે વોટીંગ કરાવીને કેજરીવાલ કરશે જાહેરાત
  • જનતાનો અભિપ્રાય જાણવા માટે નંબર પણ બહાર પાડ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી આવતીકાલે પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે. ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ શુક્રવારે સવારે પાર્ટીના ચહેરાની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું કે તેઓ કોને સીએમ તરીકે જોવા માંગે છે. તેમણે જનતાનો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જારી કર્યો હતો, જેના પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય આપી શકે છે.  

જનતા નક્કી કરશે મુખ્યમંત્રી: AAP
દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ તેના પરિણામો 4 નવેમ્બરે જાહેર કરશે. આ દરમિયાન તે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. લોકોના અભિપ્રાય જાણવા માટે ઈ-મેલ આઈડી પણ જારી કરવામાં આવ્યું હતું.  

AAP કન્વીનરે ભાજપ પર નિશાન સાધ્યું હતું 
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મોંઘવારી અને બેરોજગારીને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના યુવાનો બેરોજગારીથી પરેશાન છે. ભાજપ પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે તેમણે ઘણા મુખ્યમંત્રીઓને બદલ્યા છે. પ્રથમ વિજય રૂપાણી હતા. વિજય રૂપાણીને હટાવ્યા ત્યારે પણ પ્રજાને પૂછ્યું નહીં અને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા ત્યારે પણ પ્રજાને પૂછ્યું નહીં. પરંતુ આમ આદમી પાર્ટી જનતાને પૂછીને નિર્ણય કરે છે કે શું તમારે મુખ્યમંત્રી કોને બનાવવા છે. 

ખેડૂતો સામે કેસ દાખલ 
અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાટીદાર આંદોલન, ખેડૂતોના આંદોલન, દલિત આંદોલન અને તમામ આંદોલન દરમિયાન જે પણ કેસ નોંધાયા છે તે તમામ કેસ અમે પાછા લઈશું. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા લોકો અમને મળી રહ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નિવેદન પર કેજરીવાલે કહ્યું કે તમે તેમને પૂછો કે તમારા કેટલા ઉમેદવારો ટિકિટ લઈને વેચાયા? કેજરીવાલને ગાળો આપીને ગુજરાતની જનતાને ફાયદો થશે? તેમની પાસે ગુજરાત માટે કોઈ એજન્ડા છે? 

સંકળાયેલા મુદ્દાઓ

Aam Aadmi Party Arvind kejriwal Election Gujarat Election aap gujarat gujarat chief minister Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ