બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઢોસા ખાધા બાદ 2 બાળકીના મોત,માતાપિતાની હાલત ગંભીર, તપાસનો ધમધમાટ

ગુજરાત / અમદાવાદમાં ઢોસા ખાધા બાદ 2 બાળકીના મોત,માતાપિતાની હાલત ગંભીર, તપાસનો ધમધમાટ

Ajitsinh Jadeja

Last Updated: 05:54 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Chandkheda News: અમદાવાદમાં તૈયાર ખીરૂથી ઢોસા બનાવીને ખાધા પછી બે બાળકીઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ સાથેની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

Ahmedabad Chandkheda News: અમદાવાદમાં તૈયાર ખીરૂથી ઢોસા બનાવીને ખાધા પછી બે બાળકીઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ સાથેની ઘટના સામે આવતા ચકચાર મચી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ખીરાની ગુણવત્તા ચકાસવા માટે એફએસએલની ટીમ ઘનશ્યામ ડેરી પર પહોંચી હતી અને ખીરાના સેમ્પલ લીધા હતા.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મેઘા સીટી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડેરીમાંથી લાવવામાં આવેલા તૈયાર ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી. આ ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બે માસૂમ બાળકીઓના મોત નિપજ્યાં હોવાનો આક્ષેપ કરાયા છે. જ્યારે તેમના માતા-પિતાની હાલત ગંભીર હોવાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ખીરાના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.

પ્રજાપતિ પરિવારે બે દિવસ પહેલા ચાંદખેડાના આઇઓસી રોડ પરની ઘનશ્યામ ડેરી પરથી ઢોસા બનાવવા માટે તૈયાર ખીરું મંગાવ્યું હતું. તે દિવસે સાંજે તેણે ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીનું મોત નીપજ્યું છે. જ્યારે માતા-પિતા ભાવના પ્રજાપતિ અને વિમલ પ્રજાપતિહાલ ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

બીજી તરફ ઘનશ્યામ ડેરીના ડેરીના માલિક કેતન પટેલનું મીડિયા સમક્ષ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે અમારી ડેરીમાંથી દરરોજ 100 થી 125 કિલો ખીરું વેચાય છે. જે લોટમાંથી આ પરિવારને ખીરું આપવામાં આવ્યું હતું, તે જ લોટમાંથી અમારા સંબંધીઓ અને અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું, પરંતુ કોઈને પણ આવી કોઈ તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ ડેરીમાં જ બનાવવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાતના 17 જિલ્લામાં ભારે વરસાદ, ગરમી પણ વધશે, હવામાન વિભાગની આગાહી

અન્ય માલિક વિપુલ પટેલે મીડિયાને જણાવ્યુ હતુ કે, મે તાત્કાલિક 1 એપ્રિલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને તે દિવસે ખીરું ખરીદનારા અન્ય ગ્રાહકોને ફોન કરીને પૂછ્યું, પરંતુ કોઈને પણ કોઈ તકલીફ થઈ નહોતી. જો મારા ખીરામાં ખામી હોત, તો એ જ ડ્રમમાંથી ખીરું લેનારા અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝન થવાની શક્યતા હતી, પરંતુ એવું થયું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhosa Khiru Ahmedabad Ahmedabad Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ