બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના 17 જિલ્લામાં ભારે વરસાદ, ગરમી પણ વધશે, હવામાન વિભાગની આગાહી

હવામાન / ગુજરાતના 17 જિલ્લામાં ભારે વરસાદ, ગરમી પણ વધશે, હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 04:44 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં અસામાન્ય અને બદલાતું હવામાન જોવા મળી રહ્યું છે. છેલ્લા છ દિવસ દરમિયાન દિવસ દરમિયાન તીવ્ર ગરમીનો પ્રકોપ અનુભવાયો છે. જ્યારે સાંજ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોય છે. કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદ પણ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 7 એપ્રિલ 2026ના રોજ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, રાજકોટ અને વડોદરા જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મંગળવારે ક્યાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે 7 એપ્રિલ 2026 ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ તેમજ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

ત્રણ દિવસ બાદ ગરમીમાં વધારો થશે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર ત્રણ દિવસ દરમ્યાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર પછી તાપમાનમાં ધીમે-ધીમે 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાય તેવી પુરેપુરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ખેડામાં ભાજપને ઝટકો, ઠાસરામાં 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર જોવા મળશે

હાલની હવામાન પરિસ્થિતિ મુજબ દક્ષિણ કેસ્પિયન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં 5.8 થી 9.4 કિમીની ઊંચાઈએ એક નવો પશ્ચિમી વિક્ષેપ ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપે સક્રિય થયો છે. આ સાથે ગઈકાલે નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરમાં ટ્રફ તરીકે જોવા મળેલો પશ્ચિમી વિક્ષેપ હવે ઉત્તર દિશામાં આગળ વધી ગયો છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આ સિસ્ટમ હવે ગુજરાત પર કોઈ નોંધપાત્ર અસર કરશે નહીં, જેના કારણે રાજ્યમાં હાલના હવામાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Western Disturbance Meteorological Department Rain Forecast
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ