બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડામાં ભાજપને ઝટકો, ઠાસરામાં 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / ખેડામાં ભાજપને ઝટકો, ઠાસરામાં 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Vishal Khamar

Last Updated: 03:26 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ થવા પામ્યું છે. ઠાસરામાં 100 જેટલા કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યએ લોકોનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસ તેમજ ભાજપથી નારાજ કાર્યકરો પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. આજે ખેડા જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ થવા પામ્યું હતું. ઠાસરામાં 100 જેટલા કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ખેડા જિલ્લા ભાજપમાં ભડકો થવા પામ્યો હતો.

ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ખેડાના ઠાસરામાં ભાજપમાં ભંગાણ સર્જાવા પ્રદેશ મોવડી મંડળ દ્વારા સમગ્ર બાબત ધ્યાને આવવા પામી હતી. ઠાસરા ભાજપમાં ભંગાણની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં 100 જેટલા કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. ઠાસરા તાલુકાના આગરવા ગામમાં કોંગ્રેસના કાર્યક્રમમાં કાર્યકરો વિધિવત રીતે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.

આગરવાના સરપંચના પતિ સહિત અન્ય કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

જેમાં આગરવાના સરપંચના પતિ ભુપેન્દ્રસિંહ રાઠોડ સહિત 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. તમામ કાર્યકરોનું ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, પ્રભારી ભારતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પરમારે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. ટીકીટ વાંચ્છુક કાર્યકરો દ્વારા પક્ષ પલટાની સિઝન શરૂ થઈ છે.

ગત રોજ આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નજીકના મનાતા અગ્રણી નેતા નગીન સોલંકીએ ભાજપમાં જોડાઈ રાજકીય હલચલ મચાવી દીધી છે.

250થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો

નગીન સોલંકીએ આશરે 250થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમના આ નિર્ણયને કારણે કોંગ્રેસમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. નગીન સોલંકી લાંબા સમય સુધી સરપંચ અને તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેના કારણે તેમની વિસ્તારમાં મજબૂત પકડ માનવામાં આવે છે.

આણંદમાં કોંગ્રેસના ભારે પડકારનો સામનો કરવો પડશે

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નગીન સોલંકીના પક્ષ પલટાથી આણંદમાં કોંગ્રેસને ચૂંટણીમાં ભારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. આવનારી ચૂંટણી કોંગ્રેસ માટે હવે “લોઢાના ચણા ચાવવાના” સમાન બની શકે છે.

આ પણ વાંચોઃ ભુજ RT0ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ

નગીનભાઈ સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું

ભાજપમાં જોડાયા બાદ નગીન સોલંકીનું મિતેષ પટેલ અને રમણ સોલંકી સહિતના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપે આ જોડાણને પોતાની શક્તિમાં વધારો ગણાવ્યો છે અને આવનારી ચૂંટણીમાં તેનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરી છે. આ સમગ્ર ઘટનાક્રમથી આણંદની રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

local body elections Kheda news Kheda
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ