બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભુજ RT0ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ

કાર્યવાહી / ભુજ RT0ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ

Bharatsinh Chauhan

Last Updated: 03:07 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સતત મળી રહી છે. આજે સવારથી અમદાવાદ- સુરત અને રાજકોટને ધમકી મળી હતી તે પછી હવે ભુજની સરકારી કચેરીને ધમકી મળી છે.

Gujarat Bomb Threat : ગુજરાતમાં શાળાઓ અને કોર્ટને અજાણી વ્યક્તિ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અગાઉ મળી ચુકી છે. ત્યારબાદ સરકારી કચેરીઓ હવે નિશાન પર હોય એમ લાગે છે. વાત જાણે એમ છે કે પોસ્ટ ઓફિસ પછી હવે રાજ્યની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

અમદાવાદ અને રાજકોટ બાદ હવે ભુજ સ્થિત RTO કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીમાં સઘન તપાસ શરૂ કરી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરોમાં આવેલી RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળતા સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક કડકાઈ લાવવામાં આવી હતી. આટલું જ નહિ પણ આ ધમકી મળતા જ RTO અધિકારીઓએ પોલીસને જાણ કરી, જેના પગલે બંને શહેરોમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી.

અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી RTO કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. ટ્રેક ટેસ્ટ આપવા આવેલા લોકોને પણ સુરક્ષાના હેતુસર પરત મોકલવામાં આવ્યા. પોલીસ સાથે બોમ્બ-ડોગ સ્કવોડ દ્વારા સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તરત જ કાર્યવાહી કરી શકાય.

સુરત RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા RTOને ખાલી કરાવાયું છે.વિગતો મુજબ મેઈલ મારફતે ધમકી મળતા RTO ના ટ્રેક ટેસ્ટ બંધ કરાયા છે. આ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.રાજકોટમાં પણ આવો જ બનાવ સામે આવ્યો,જ્યાં RTO કચેરીને ધમકી મળતા તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને બોમ્બ સ્કવોડને તપાસ માટે બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો: ખેડૂતોના માથે ચિંતાના વાદળ, ગાજવીજ સાથે માવઠાની શક્યતા, નોંધી લેજો તારીખ

આ ઘટના પહેલા પણ 12 માર્ચ 2026ના રોજ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને ધમકી મળી હતી.ત્યારે પણ સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ ખતરનાક વસ્તુ મળી નહોતી. આવી સતત મળતી ધમકીઓના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને જાહેર સ્થળોએ સાવચેતી વધારી છે. નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhuj RTO bomb threat
Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ