ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતોના માથે ચિંતાના વાદળ, ગાજવીજ સાથે માવઠાની શક્યતા, નોંધી લેજો તારીખ

હવામાન અપડેટ / ખેડૂતોના માથે ચિંતાના વાદળ, ગાજવીજ સાથે માવઠાની શક્યતા, નોંધી લેજો તારીખ

Published By: Priykant Shrimali

Last Updated: 02:32 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast : હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Weather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગ તરફથી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન અચાનક પલટો ખાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ બે પ્રભાવશાળી સિસ્ટમ સક્રિય છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. આ બંને સિસ્ટમના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધશે અને વીજળીના કડાકા સાથે આંધીઓ ફૂંકાવાની શક્યતા રહેશે. પવનની ઝડપ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે.

રાજ્યના અનેક જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. 6 થી 12 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી 6 થી 12 તારીખ વાતાવરણ શુષ્ક રહેશે.

આ પણ વાંચો : ચાંદખેડાના પરિવાર માટે કાળ બન્યું ઢોંસા બનાવવાનું ખીરું, બે બાળકીના મોત, દંપત્તિ સારવાર હેઠળ

ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે, કારણ કે આ કમોસમી વરસાદ પાકને અસર કરી શકે છે. સાથે જ માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે સમુદ્રમાં પવન અને મોજાં ઉંચા રહેવાની શક્યતા છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં આશરે 35 થી 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં પણ ગરમીનો અહેસાસ યથાવત્ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thunderstorm Unseasonal Rain Gujarat Weather

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ