બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / guest gold medal winner athletes at common games 2022 on kapil sharma show

મનોરંજન / ટીવીનાં પડદે કપિલ શર્મા કરી રહ્યો છે વાપસી, એ પણ એક બે નહીં અડધો ડઝન છોકરીઓ સાથે

Arohi

Last Updated: 06:43 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્માનો ફેમસ કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' ફરી એકવાર પોતાની કોમેડીથી દર્શકોને હસાવવા આવી રહ્યો છે. ટિવિના પોપ્યુલર શોની શરૂઆત આ વખતે કપિલે અલગ રીતે કરવાનું નક્કી કર્યું છે.

  • કપિલ શર્માના ફેન્સ માટે ખુશખબર 
  • આ વખતે અલગ અંદાજમાં શરૂ થશે શો 
  • દર્શકોને હસાવવા આવી રહ્યો છે શો 

કપિલના શો 'ધ કપિલ શર્મા શો'ના નવા સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર  ફોટો શેર કરીને કપિલે જણાવ્યું કે તેના પહેલા એપિસોડમાં બોલિવૂડ સ્ટાર્સ નહીં પરંતુ દેશને ગૌરવ અપાવનારી ગોલ્ડન ગર્લ્સ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 જીતનાર ખેલાડીઓ સાથે આ શો ખાસ રીતે શરૂ થવા જઈ રહ્યો છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટો 
કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર બેડમિન્ટન ખેલાડી પીપી સિંધુ સાથે તેની પહેલી તસવીર શેર કરી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે 'આપણી ગોલ્ડન ગર્લ્સને હોસ્ટ કરવાનો આનંદ છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં આખા દેશને ગૌરવ અપાવ્યું છે. કપિલ શર્મા બીજી તસવીરમાં લૉન બૉલમાં ગોલ્ડ મેડલ વિનર લવલી ચૌબે સાથે દેખાય છે.  

ચેમ્પિયન્સ સાથે લીધી સેલ્ફી 
ત્રીજી તસવીરમાં કપિલ શર્માએ બોક્સિંગ ચેમ્પિયન ઝરીન નિખત સાથે સેલ્ફી શેર કરી છે. ચોથી તસવીરમાં કપિલ શર્મા લૉન બૉલ ગોલ્ડ મેડલ વિજેતા રૂપા રાની તિર્કી સાથે જોવા મળી રહ્યો છે. પાંચમી તસવીરમાં કપિલ શર્મા લૉન બૉલમાં ગોલ્ડ મેડલ વિજેતા પિંકી સિંહ સાથે જોવા મળી રહ્યો છે.  

સાતમી અને છેલ્લી તસવીરમાં કપિલ શર્માએ પોતાનો એક ફોટો શેર કર્યો હતો અને મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે 'હું વગર કોઈ મેડલે નવા શેડમાં'. કપિલ શર્મા શો 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ