બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:58 PM, 16 August 2025
સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી નવા GST સુધારા લાવવાની વાત કરી હતી. તેમને જાહેરાત કરી હતી કે નવા GST સુધારા દિવાળી પર લાગુ કરવામાં આવશે. તો બીજા સમાચાર આવ્યા છે કે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માળખામાં એક વ્યાપક સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ GSTમાં સુધારો કરીને ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે.
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, આ પ્રસ્તાવમાં મોટાભાગની વસ્તુઓને બે મુખ્ય સ્લેબ - 5% અને 18% હેઠળ મૂકવાનું સૂચન કરવામાં આવ્યું છે, જ્યારે તમાકુ અને ઓનલાઈન ગેમિંગ જેવી કેટલીક વસ્તુઓ પર 40% ના ભારે ટેક્સ લગાવાનો પ્રસ્તાવ છે.
જો મંજૂરી મળી જાય, તો 2017 માં GST લાગુ થયા પછીનો આ સૌથી મોટો સુધારો હશે. આ સુધારાનો ઉદ્દેશ્ય GST નિયમોને સરળ બનાવવા, પરિવારો અને વ્યવસાયો માટે ખર્ચ ઘટાડવા અને હાલના સ્ટ્રક્ચરમાં વિસંગતતાઓ દૂર કરવાનો છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરિવારો પરનો બોજ ઘટાડવા અને ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને મિડલ ક્લાસને ટેકો આપવા માટે ટેક્સ રેટને તર્કસંગત બનાવવાને મુખ્ય પ્રાથમિકતા તરીકે ઓળખવામાં આવી છે.
ADVERTISEMENT
GST રેટમાં મોટો બદલાવ
લગભગ તમામ પ્રોડક્ટ જે હાલમાં 12% ટેક્સ લગાવે છે. તે ઘટાડીને 5% સુધી લાવવાની અપેક્ષા છે. તેવી જ રીતે 28% થી ઓછી કિંમતના તમામ પ્રોડક્ટ 18% ટેક્સ હેઠળ સમાવવાનો પ્રસ્તાવ છે. આમાં, ટીવી, એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ પરનો ટેક્સ 28% થી ઘટાડીને 18% કરી શકાય છે. આનાથી મિડલ ક્લાસ પરિવારોને મોટો ફાયદો થશે.
ADVERTISEMENT

ફુડ , દવાઓ, શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતો જેવી જરૂરી કેટગરીઓને ટેક્સમાંથી મુક્તિ આપવાનો અથવા ફક્ત 5% ટેક્સ લગાવાનો પ્રસ્તાવ છે. કૃષિ ક્ષેત્રમાં, સ્પ્રિંકલર્સ અને કૃષિ મશીનરી જેવા ઉપકરણો પર GST 12% થી ઘટાડીને 5% કરી શકાય છે. વીમા સેવાઓમાં પણ 18% થી 5% અથવા તો શૂન્ય સુધીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે, તમાકુ પ્રોડક્ટ અને ઓનલાઈન ગેમિંગ પર 40% સુધીનો ટેક્સ લગાવામાં આવી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: PUBG લવર્સને ફરી ઝટકો! હવેથી આ ડિવાઇસ યુઝર્સ ગેમ નહીં રમી શકે, જાણો કેમ લેવાયો નિર્ણય
કંઈ વસ્તુ પર GSTમાં છુટ ?
ADVERTISEMENT
પેટ્રોલિયમ પ્રોડક્ટ પહેલાની જેમ, GST વ્ચવસ્થાથી બહાર રહેશે. હીરા (0.25%) અને સોના કે ચાંદી જેવી વસ્તુઓ પર 3% ટેક્સ યથાવત રહેશે. તો કાપડ અને ખાતરો માટે સુધારાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

ADVERTISEMENT
કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય
કેન્દ્રએ ટેક્સ વળતર અને વીમાના તર્કસંગતકરણ અંગે ત્રણ મંત્રીઓના જૂથો (GOM) ને પોતાનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમની સમીક્ષા પછી, ભલામણો GST કાઉન્સિલને મોકલવામાં આવશે , જેની પાસે યોજનાને મંજૂરી, ફેરફાર અથવા નકારવાની સત્તા છે. ચર્ચા-વિચારણાના આધારે, કાઉન્સિલ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની શરૂઆતમાં આ બાબત પર વિચાર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.