બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / PUBG લવર્સને ફરી ઝટકો! હવેથી આ ડિવાઇસ યુઝર્સ ગેમ નહીં રમી શકે, જાણો કેમ લેવાયો નિર્ણય

ટેકનોલોજી / PUBG લવર્સને ફરી ઝટકો! હવેથી આ ડિવાઇસ યુઝર્સ ગેમ નહીં રમી શકે, જાણો કેમ લેવાયો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 02:23 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PUBG Latest News : Battlegroundsના ડેવલપર્સે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, આ લોકપ્રિય બેટલ રોયલ ગેમ PUBG 13 નવેમ્બર, 2025 પછી...

PUBG Latest News : PUBGને લઈ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં Battlegroundsના ડેવલપર્સે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, આ લોકપ્રિય બેટલ રોયલ ગેમ PUBG 13 નવેમ્બર, 2025 પછી PlayStation 4 અને Xbox One પર ઉપલબ્ધ રહેશે નહીં. હવે આ ગેમ માત્ર PlayStation 5 અને Xbox Series X/S જેવા નવા કન્સોલ્સ પર જ રમાશે.

હવે જાણીએ એવું તે શું બદલાશે 13 નવેમ્બરથી?

અહેવાલો મુજબ જ્યારે 2017માં PUBG પહેલીવાર PS4 અને Xbox One પર આવી ત્યારે તેનું નામ PlayerUnknown’s Battlegrounds હતું. લગભગ 7 વર્ષના આ સફર બાદ હવે જૂના કન્સોલ્સ માટે સપોર્ટ બંધ કરવામાં આવી રહ્યો છે.

શું છે આ આ નિર્ણય પાછળનું કારણ ?

PUBGના ડેવલપર્સનું કહેવું છે કે, નવા કન્સોલ્સ પર અપડેટ થવું અત્યંત જરૂરી છે કારણ કે, નવા ડિવાઇસીસ વધુ શક્તિશાળી છે. તાજેતરના અપડેટ્સ અને ભવિષ્યના ફીચર્સ યોગ્ય રીતે આ કન્સોલ્સ પર જ કામ કરશે.જૂના કન્સોલ્સ પર ક્રેશિંગ અને પરફોર્મન્સની સમસ્યાઓ રહેતી હતી. નવા પ્લેટફોર્મ્સ પર વધુ સ્થિર અને સ્મૂથ અનુભવ મળે છે.

નવા કન્સોલ્સ પર શું નવા ફીચર્સ મળશે?

જે ખેલાડીઓ PUBG ને PS5 અથવા Xbox Series X/S પર રમશે તેમને વધુ શાર્પ અને સારી ગ્રાફિક્સ, વધારે સ્થિર ફ્રેમરેટ (ટાર્ગેટ 60 FPS), Xbox Series S માટે વિશેષ રીતે Resolution Mode અને Performance Modeના વિકલ્પ, ઓવરઓલ વધુ સ્મૂથ અને એક્સપિરિયન્સલ ગેમપ્લે મળશે.

ડેવલપર્સનું નિવેદન

ડેવલપર સ્ટુડિયોએ કહ્યું છે કે, આ નિર્ણય સરળ ન હતો. PS4 અને Xbox One પર વર્ષો સુધી રમનારા અમારા વફાદાર યુઝર્સ માટે આ એક ભારે સમાચાર છે. છતાં, PUBG ના લાંબા ગાળાના વિકાસ માટે અને યુઝર્સને ઉત્તમ અનુભવ આપવા માટે આ પગલું જરૂરી છે.

આ પણ વાંચો : મળશે કરોડો ગ્રાહકોને રાહત, સાથે હાઇસ્પીડ ઇન્ટરનેટ પણ, ખુશ કરી દેશે કંપનીની ધાંસૂ ઑફર

હવે જાણીએ રિફંડની વ્યવસ્થા કેવી રહેશે?

જે ખેલાડીઓ જૂના કન્સોલ્સ પર PUBG રમતા હતા અને નવા કન્સોલ પર શિફ્ટ શકતા નથી, તેઓ માટે રિફંડ ઉપલબ્ધ રહેશે. રિફંડ Sony અને Microsoftની નીતિ મુજબ આપવામાં આવશે. નોંધનીય છે કે PUBG વર્ષ 2022થી ફ્રી-ટુ-પ્લે છે, પરંતુ જો કોઈએ Battlegrounds Plus ખરીદ્યું હોય, તો તે માટે રિફંડની દરખાસ્ત કરી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Game, PUBG Mobile Game Battle Royale Game
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ