બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મળશે કરોડો ગ્રાહકોને રાહત, સાથે હાઇસ્પીડ ઇન્ટરનેટ પણ, ખુશ કરી દેશે કંપનીની ધાંસૂ ઑફર
Last Updated: 01:55 PM, 16 August 2025
High-Speed Internet : ટેલિકોમ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. BSNL હવે દિલ્હી જેવા મોટા શહેરમાં પોતાનું 4G નેટવર્ક લઈ આવી રહી છે. વિગતો મુજબ સરકારી ટેલિકોમ કંપનીએ "4G-as-a-service" મોડલ અંતર્ગત દિલ્હીમાં પોતાનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે. આ આર્ટીકલમાં આપણે જાણીશું કે એવું તે શું ખાસ છે BSNLના આ નવા 4G ઓફર અને પ્લાનમાં ?
ADVERTISEMENT

BSNLનું નવીનતમ 4G નેટવર્ક હવે દિલ્હીમાં
ADVERTISEMENT
તાજેતરમાં જ BSNLએ કહ્યું છે કે, તેઓ દિલ્હીમાં "4G-as-a-service" મોડલ હેઠળ પોતાના ગ્રાહકોને 4G સેવા આપી રહી છે. આ સેવા પાર્ટનર નેટવર્ક દ્વારા આપવામાં આવી રહી છે, જે આખા શહેરમાં ફાઈનલ રેડિયો કવરેજ પૂરું પાડશે. જો તમારું મોબાઈલ ફોન 4G સપોર્ટ કરે છે તો તમે તરત BSNLનું 4G નેટવર્ક ઉપયોગ કરી શકો છો. નોંધનીય છે કે, તેની માટે તમારે BSNLનું નવું 4G સિમ લેવું પડશે.
તરત 4G એક્સેસ મેળવો
ADVERTISEMENT
જો તમારું ડિવાઈસ 4G સપોર્ટ કરે છે, તો તમે તરત BSNL 4G એક્ટિવેટ કરી શકો છો. eKYC પ્રક્રિયા BSNL કે MTNLના કસ્ટમર સર્વિસ સેન્ટર અથવા ઓથોરાઈઝ રિટેલર પરથી કરાવવી પડશે.

ADVERTISEMENT
શું કહ્યું BSNLના ચેરમેને ?
સમગ્ર મામલે વાત કરતાં BSNLના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર A. રોબર્ટ જે. રવિએ જણાવ્યું કે, અમે ‘4G-as-a-service’ મોડલથી તરત આખા શહેરમાં કવરેજ આપી રહ્યા છીએ અને સાથે સાથે અમારી પોતાની ડોમેસ્ટિક નેટવર્ક પણ વિકસાવી રહ્યા છીએ.
ADVERTISEMENT
Start Your Digital Journey for ₹1! Get 30 days of unlimited calls, 2GB data/day, 100 SMS/day, and a free SIM.. Applicable for new users only.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/Hwm9o6QjB4
— BSNL India (@BSNLCorporate) August 14, 2025
દેશભરમાં 4G એક્સપાન્શન
ADVERTISEMENT
નોંધનીય છે કે, BSNLએ અત્યારસુધીમાં ₹25,000 કરોડના રોકાણ સાથે 1 લાખથી વધુ મોબાઈલ ટાવર સ્થાપિત કર્યા છે. આ પ્રોજેક્ટનું મોટું ભાગ TCS અને C-DoT જેવા દેશી ટેક પાર્ટનર્સને સોંપવામાં આવ્યો છે. હવે BSNLનું આયોજન છે કે, તેઓ આગામી સમયમાં ₹47,000 કરોડનું વધારાનું રોકાણ કરીને નેટવર્ક વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો : હવે મિનિટોમાં જ તમારી નજર સમક્ષ આવી જશે સસ્તી ફ્લાઇટ ટિકિટ, Google લાવ્યું જોરદાર ટૂલ
BSNLનું ‘1 રૂપિયા ફ્રીડમ ઓફર’
નવા ગ્રાહકો માટે BSNL એક ધમાકેદાર ઓફર લાવ્યું છે ફક્ત ₹1માં. આ ફ્રીડમ ઓફરમાં દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા (1 મહિના માટે), અનલિમિટેડ કોલિંગ (ભારતમાં ક્યાંય પણ, રોમિંગ સહિત) અને દરરોજ 100 મફત SMS મળશે. આ ઓફર 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 સુધી ઉપલબ્ધ છે. આ સાથે આ ફક્ત નવા ગ્રાહકો માટે માન્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.