બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે મિનિટોમાં જ તમારી નજર સમક્ષ આવી જશે સસ્તી ફ્લાઇટ ટિકિટ, Google લાવ્યું જોરદાર ટૂલ
Last Updated: 01:18 PM, 16 August 2025
આજના સમયમાં AI આપણા જીવનના દરેક ક્ષેત્રમાં મદદરૂપ બની રહ્યું છે. હવે ગૂગલે પણ એક અદ્ભુત AI આધારિત ટૂલ રજૂ કર્યું છે જે ખાસ કરીને પ્રવાસીઓને ઘણી મદદરૂપ બનશે. જો તમે પણ રજાના સમય માટે ક્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ગૂગલનું નવું AI ટૂલ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે તમને ફ્લાઇટ ટિકિટમાં હજારો રૂપિયાની બચત કરાવી શકે છે.
ADVERTISEMENT

ગૂગલે પોતાની એક બ્લોગ પોસ્ટમાં માહિતી આપી છે કે ટૂંક સમયમાં Google Flights માં આ નવું AI સંચાલિત સર્ચ ટૂલ ઉમેરવામાં આવશે. આ ટૂલ ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જે મુસાફરી દરમિયાન સસ્તી અને સારી ડીલ શોધવા ઇચ્છે છે. આ સુવિધા ફ્લાઇટ ડીલ્સ પેજ મારફતે સીધી ઍક્સેસ કરી શકાય છે અથવા Google Flights પર ઉપર ડાબી બાજુના મેનૂમાંથી પણ તેનો ઉપયોગ કરી શકાય છે. Google Flights પહેલેથી જ ફ્લાઇટ શોધવા અને એરલાઇન ટિકિટના ભાવોની તુલના કરવા માટે લોકપ્રિય છે, પરંતુ હવે એ વધુ સ્માર્ટ બનશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગૂગલના જણાવ્યા મુજબ, અત્યાર સુધી યુઝર્સને અલગ-અલગ તારીખો, સ્થળો અને ફિલ્ટર્સ પસંદ કરીને યોગ્ય ફ્લાઇટ શોધવી પડતી હતી, પરંતુ હવે આ AI ટૂલ આવ્યા પછી એ જરૂરી રહેશે નહીં. હવે તમારે ફક્ત એ જણાવવું પડશે કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મુસાફરી કરવા માંગો છો. જાણે તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા હોવ તેવી રીતે તમે સામાન્ય ભાષામાં ગૂગલને પૂછો તો પણ એ તમને શ્રેષ્ઠ ડીલ્સ બતાવી દેશે.
આ પણ વાંચો : જે લખપતિ દીદીનો PM મોદીએ કર્યો હતો ઉલ્લેખ, જાણો તમે કઇ રીતે તેનો લાભ ઉઠાવી શકો
ADVERTISEMENT
આ AI આધારિત ટૂલ ગૂગલના એડવાન્સ્ડ અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને યુઝરની જરૂરિયાતોને સમજે છે અને તેના આધારે શ્રેષ્ઠ પરિણામો રજૂ કરે છે. એટલું જ નહીં, આ ટૂલ સેંકડો એરલાઇન્સ અને બુકિંગ સાઇટ્સમાંથી રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કરે છે અને તરત જ સ્ક્રીન પર પ્રદર્શિત કરે છે. આ કારણે યુઝરને મિનિટોમાં જ સૌથી સસ્તી અને યોગ્ય ફ્લાઇટ ડીલ્સ મળી શકે છે. ગૂગલે જાહેરાત કરી છે કે આ સુવિધા આવતા અઠવાડિયામાં ભારત, અમેરિકા અને કેનેડામાં લોન્ચ કરવામાં આવશે. આ ટૂલ ઉપલબ્ધ થયા પછી પ્રવાસીઓ માટે ફ્લાઇટ બુક કરાવવી વધુ સરળ બની જશે. પડે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.