બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / groupism in three parties for 4 assembly seats in Rajkot

કવાયત / ગુજરાતની સૌથી 'હોટ સીટ' પર ત્રણેય પાર્ટીમાં અત્યારથી જોરદાર જૂથવાદ, જાણો કેટલા નામો છે રેસમાં

Dhruv

Last Updated: 02:13 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં વિધાનસભાની 4 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને AAPમાં અત્યારથી જ જૂથવાદ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામો પણ ચર્ચામાં આવ્યા છે.

  • ચૂંટણી પૂર્વે રાજકોટમાં ઉમેદવારોના નામ ચર્ચામાં
  • 4 બેઠકો માટે ત્રણેય પક્ષમાં અત્યારથી જ જૂથવાદ
  • ભાજપ-કોંગ્રેસ-AAP જાણો કોને આપશે ટિકિટ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં ઉમેદવારોના નામ ચર્ચામાં આવ્યા છે. વિધાનસભાની 4 બેઠકો પર ટિકિટ માટે અત્યારથી જ આંતરિક જૂથબંધી જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને AAPમાં અત્યારથી જ જૂથવાદ જોવા મળી રહ્યો છે.

વિજય રૂપાણીએ પાર્ટી ટિકિટ આપે તો ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

તમને જણાવી દઇએ કે, રાજકોટ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો આ બેઠક પરથી વિજય રૂપાણી જીત્યા હતા. ત્યારે વિજય રૂપાણીએ પાર્ટી જો ટિકિટ આપે તો ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલ રાજકોટ પશ્ચિમ બેઠક પર ડૉ. દર્શિતા શાહ અને કમલેશ મીરાણીનું નામ ચર્ચામાં આવ્યું છે. તદુપરાંત કલ્પક મણિયાર અને કશ્યપ શુક્લ પણ પશ્ચિમ બેઠકમાં પોતાની દાવેદારી નોંધાવી શકે છે.

બીજી બાજુ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કાશ્મીરાબેન નથવાણીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. નોંધનીય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ કડવા પાટીદારનો ચહેરો શોધી રહી છે. AAP પણ પશ્ચિમ બેઠક પર નવો ચહેરો શોધી રહી છે.

અરવિંદ રૈયાણી

રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પણ રિપીટના મૂડમાં 

રાજકોટ પૂર્વ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પણ રિપીટના મૂડમાં છે. પૂર્વ બેઠક પર ભાજપના અન્ય દાવેદારો પણ છે. કોંગ્રેસના મહેશ રાજપૂત પૂર્વ બેઠકની રેસમાં છે. અશોક ડાંગર અને ભાનુબેન સુરાણી પણ ચૂંટણી લડવાના મૂડમાં છે.

રાજકોટ દક્ષિણ બેઠક પર અત્યારે ગોવિંદ પટેલ ધારાસભ્ય છે. ત્યારે દક્ષિણ બેઠક પર ડૉ. ભરત બોઘરા, પરેશ ગજેરા અને રમેશ ટીલાળાના નામ પણ ચર્ચામાં છે. આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુની પણ દાવેદારી છે. રાજકોટ દક્ષિણ બેઠક પર કોંગ્રેસમાંથી ડૉ. હેમાંગ વસાવડા, ગોપાલ અનડકટ અને હિતેશ વોરાનું નામ પણ ચર્ચામાં છે. એ સિવાય રાજકોટ દક્ષિણ બેઠક પર AAPએ શિવલાલ બારસિયાનું નામ જાહેર કર્યું છે.

MLA લાખાભાઈ સાગઠીયા

રાજકોટ ગ્રામ્ય પર વર્તમાન MLA લાખાભાઈ સાગઠીયાની પણ રિપીટની શક્યતા

રાજકોટ ગ્રામ્ય પર વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની પણ રિપીટની શક્યતા છે. જો સાગઠીયાને રિપીટ ન કરે તો ભાજપના દાવેદારોમાં પણ બેથી-ત્રણ ચહેરા ખાસ ચર્ચામાં છે. ભાજપમાં રાજુ અધેરા, મનોજ રાઠોડ અને નરેન્દ્ર રાઠોડના નામ પણ ખાસ ચર્ચામાં છે. બીજી બાજુ રાજકોટ ગ્રામ્યમાં કોંગ્રેસના સુરેશ બથવાર પણ સંભવિત ઉમેદવારમાં છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર AAPએ વશરામ સાગઠીયાને ટિકિટ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ