બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Groundnut oil prices hiked again today in Gujarat

ગૃહિણીઓને ફરી ઝટકો / બાપ રે! આ મોંઘવારી તો મારી નાખશે: છેલ્લાં 3 દિવસમાં ડબ્બે ઝીંકાયો 130થી 140 રૂપિયાનો વધારો

Malay

Last Updated: 10:33 AM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ફરી સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. સતત બીજા દિવસે 50 રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2820થી વધીને 2870એ પહોંચી ગયો છે.

 

  • સિંગતેલના ભાવમાં ભડકો યથાવત
  • સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો
  • 2 દિવસમાં સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો

રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સતત બીજા દિવસે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2870 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે અન્ય તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો જનતા માટે માથાના દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સિંગતેલના ભાવ વધ્યા હતા. ગતરોજ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો હતો.

છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 130થી 140 રૂપિયાનો વધારો
સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે. 2 દિવસમાં સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તો છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 130થી 140 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2820થી વધીને 2870 સુધી પહોંચ્યો છે.  છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો થયો છે. તો કેટલાક વેપારીઓ મગફળીની આવક ઓછી છે એટલે સિંગતેલ મોંઘુ બન્યું હોવાનું જણાવી રહ્યા છે. 

'મગફળીની આવક ઓછી છે એટલે સિંગતેલ મોંઘુ બન્યું'
મગફળીના ભાવમા ઉછળો જોવા મળતા મગફળીનો સ્ટોક કરી દેવામાં આવે છે જેથી મગફળી પુરતા પ્રમાણમા મળતી નથી અને તેલના ભાવમાં ઉછાળો જોવા મળે છે. રાજકોટના તેલના વેપારી ભાવેશ પોપટે વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મગફળીના ભાવ છેલ્લા દિવસોમાં ખાસ્સા વધ્યા છે, સારી મગફળી બજારમાં મળતી નથી જેથી સારુ તેલ વેચનારા મિલરો પોતાની મિલ બંધ કરી બેસી ગયા છે. કેમ કે, તેને મગફળીના ઉંચા ભાવ પોશાય તેમ નથી. સારી મગફળી 1500 રુપિયાથી નીચે મળતી નથી. ઉંચાભાવ થતા અમુક લોકોએ મગફળીનો મબલક સ્ટોક કરી લીધો છે. આવનારા દિવસોમા મગફળીના ભાવ હજુ વધી શકે તેમ છે. જેથી કરીને સંગ્રહ કરનારાઓને મગફળીમાં ઉંચા ભાવની લાલચ છે ત્યારે તે લોકો વેચશે એટલે ફરી ગાડી પાટે ચડી જશે પરંતુ મગફળીના ભાવ વધશે તો તેલ પણ મોંઘુ મળશે. ટૂંકમાં મગફળીની આવક ઓછી છે એટલે સિંગતેલ મોંઘુ બન્યું છે. 

ઉત્તરાયણ પહેલાં ફરી ખાદ્યતેલના ભાવમાં ભડકો, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના  ડબ્બે કેટલા રૂપિયાની વધ-ઘટ | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/edible-oil-prices-hiked' title='Edible oil prices hiked'>Edible oil prices hiked</a> again, coconut oil  hiked by Rs 20 a can

નક્કર પગલા લેવામાં આવતા નથી
ઉલ્લેખનીય છે કે,  તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. કોઇ નક્કર પગલા લેવામા ન આવતા સંગ્રહખોરો ખેડૂત હોય કે ઓઇલમીલરો કોઇનું ચેકિંગ થતું નથી કે કોઇ ચોક્કસ ભાવબાંઘણું થતું નથી જેનો માર પ્રજાએ સહન કરવા પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ