બ્રેકિંગ ન્યુઝ
VTV / બિયોન્ડ વીડિયોઝ / groom refuses dowry from bride dad at wedding video viral
Vikram Mehta
Last Updated: 09:29 AM, 24 December 2023
ADVERTISEMENT
ઈન્ટરનેટ પર લગ્ન પ્રસંગના અલગ અલગ વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વાર દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી ધમાકેદાર હોય છે, ક્યારેક સંબંધીઓ રિસાઈ જતા હોય છે. તો ઘણી વાર મામા ભાણીના લગ્નમાં કરોડો રૂપિયાનું મામેરૂ કરે છે. ઈન્ટરનેટ પર ફરી એકવાર લગ્નનો આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
અંજલી શર્મા હરિતેશ નામની ઈન્સ્ટાગ્રામ યૂઝરે આ વિડીયો શેર કર્યો અને વિડીયોમાં લખ્યું કે, ‘દરેક યુવતી માટે ગર્વની પળ’. કેપ્શનમાં લખ્યું કે, ‘મને અને મારા પિતાને આ પળ ગૌરવથી ગદગદ કરી દે છે.’ માનવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો અંજલી શર્માના લગ્નનો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, લગ્નમાં રસ્મ નિભાવવામાં આવી રહી હતી. દુલ્હનના પિતા અને પંડિત દુલ્હા સાથે બેઠા હતા. તે સમયે પિતા કળશની સાથે દુલ્હાને 500રૂપિયાનું નોટોનું બંડલ આપવા લાગ્યા. દુલ્હાએ નોટોના બંડલમાંથી માત્ર એક જ નોટ લીધી અને બીજા પૈસા પાછા મુકી દેવા કહ્યું.
ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 53.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 36,000થી વધુ કમેન્ટ કરવામાં આવી છે. કેટલાક યૂઝર્સે આ યુવકની સરાહના કરી છે, જેમ કે- ‘આપણે આ પ્રકારની બાબતોની સરાહના કરવી જોઈએ. આ પ્રકારની બાબતો ક્યાંકથી તો શરૂ થાય છે.’ કેટલાક યૂઝર્સ આ વિડીયોની મજા પણ લઈ રહ્યા છે અને કમેન્ટ કરી છે કે, ‘કદાચ દુલ્હેરાજા paytm કરવાનું કહી રહ્યા છે.’ કેટલાક યૂઝર્સને આ વાત યોગ્ય ના લાગતા કમેન્ટ કરી રહ્યા છે કે, ‘એવું જરૂરી નથી કે, આ પૈસા પરિવાર માટે હોય, દુલ્હો આ પૈસા તેની પત્ની અને તેના પર ખર્ચ કરશે, કદાચ હનીમૂન પર.’
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.