GPSCની ભરતીમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોએ પોતાની લાયકાત અને માગેલી વિગતો તપાસ્યા બાદ જ અરજી કરવી જરૂરી છે. ઓનલાઈન અરજી માટે સત્તાવાર વેબસાઇટ પર તમામ માહિતી ઉપલબ્ધ છે. અરજીની સમયમર્યાદા અને જરૂરી ડોક્યુમેન્ટેશન પૂરા કર્યા વિના અરજી માન્ય નહીં ગણાશે.

જગ્યાઓ:
- કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-1: 15 જગ્યાઓ
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2: 50+ જગ્યાઓ
- પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2: 18 જગ્યાઓ
- મદદનીશ વન સંરક્ષક (ACF) અને પરિક્ષેત્ર વન અધિકારી (RFO), વર્ગ-2: 27 જગ્યાઓ
- હિસાબી અધિકારી, વર્ગ-1: 7 જગ્યાઓ
- ગુજરાત વહીવટી સેવા (GAS) અને મુખ્ય અધિકારી સહિત: વિવિધ જગ્યાઓ
અરજી કરવાની તારીખ
- કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, પશુચિકિત્સા અધિકારી, ACF અને RFO: 1 એપ્રિલ 2026 (બપોરે 1 વાગ્યા) – 15 એપ્રિલ 2026 (રાત્રે 11:59 વાગ્યા)
- GAS અને મુખ્ય અધિકારી સહિત: 2 એપ્રિલ 2026 (બપોરે 1 વાગ્યા) – 16 એપ્રિલ 2026 (રાત્રે 11:59 વાગ્યા)

આ પણ વાંચોઃ LPG સંકટની દેશવ્યાપી અસર, ગુજરાતથી રાજસ્થાન સુધી કામદારો રસ્તા પર
એપ્લિકેશન પ્રોસેસ
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવી જરૂરી છે.
- અરજીમાં લેટેસ્ટ ફોટો અને સહી અપલોડ કરવી ફરજિયાત છે.
- ભૂલ થયાની સ્થિતિમાં અરજીની અંતિમ તારીખ પહેલા સુધારો કરી શકાય છે.
ફી અને લાયકાત
- બિન-અનામત વર્ગના ઉમેદવારોને ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા અરજી ફી ભરવી પડશે.
- દરેક પદ માટે અલગ લાયકાતની જરૂરિયાત છે, જેના માટે સત્તાવાર વેબસાઇટ તપાસવી જરૂરી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ