ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / govt proposes to increase legal age of smoking to 21 years ban loose cigarettes

તૈયારી / ધુમ્રપાન કરનારાઓ સાવચેત! સાર્વજનિક જગ્યાએ કરતા પકડાશો તો ચુકવવો પડશે અધધ દંડ

Published By: Bhushita

Last Updated: 07:38 AM, 7 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cigarettes and other Tobacco Products બિલમાં ગેરકાયદેસર સિગરેટ અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદક અને વેચાણમાં ઘટાડો કરવાની પણ જોગવાઈ છે, જેના આધારે 1 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે સાર્વજનિક જગ્યાએ ધૂમ્રપાન કરો છો તો તમને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ખુલ્લી સિગરેટ વેચવા માટે પણ અનેક જગ્યાઓએ પ્રતિબંધ લાગૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

ADVERTISEMENT

  • કેન્દ્ર સરકારે ધૂમ્રપાનના નિયમોને કડક કરવાની શરૂ કરી તૈયારી
  • સાર્વજનિક જગ્યાએ ધૂમ્રપાન કરવાથી થશે 2000નો દંડ
  • ખુલ્લી સિગરેટના વેચાણ પર પણ ખાસ જગ્યાઓએ લાગી શકે છે પ્રતિબંધ

કેન્દ્ર સરકાર ધૂમ્રપાનના નિયમોને કડક બનાવવાની તૈયારી કરી રહી છે. સિગરેટ અને તમાકુ પેદાશોના વપરાશને 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા દેવાની વય વધારવા માટે કેન્દ્રએ એક ડ્રાફ્ટ બિલ તૈયાર કર્યો છે. આ સિવાય તૈયાર કરેલા ડ્રાફ્ટમાં ખુલ્લી સિગરેટના વેચાણ પર પણ પ્રતિંબધ મૂકવાનો પ્લાન છે.   આ જગ્યાઓેમાં રેસ્ટોરાં, હવાઈમથક પર ધૂમ્રપાન કરનારા રૂમ પર પણ પ્રતિંબધ લાગી શકે છે. આ સિવાય સાર્વજનિક સ્થાનો પર નિયમોનું પાલન કરવા માટે દંડ વધારવાનો પ્રસ્તાવ પણ છે. 

 જાણો શું કહે છે કાયદો

સરકારે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદન સંશોધન અધિનિયમને 2020માં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. પ્રમુખ સંશોધનોમાંથી એક કલમ 6એના આધારે ધૂમ્રપાનની કાયદાકીય ઉંમર 21 વર્ષની કરી દેવામાં આવી છે. સંશોધન અનુસાર કોઈ પમ વ્યક્તિ, કોઈ પણ એવા વ્યક્તિ દ્વારા કે જેની ઉંમર 21 વર્ષથી ઓછી છે અને કોઈ શૈક્ષણઇક સંસ્થાના 100 મીટરના વિસ્તારમાં છે તેને માટે સિગરેટ કે અન્ય તમાકુ ઉત્પાદનના વેચાણ કે તેને માટે આવેલા પ્રસ્તાવને અનુમતિ આપશે નહીં. 
 

ખુલ્લી સિગરેટના વેચાણને લઈને પણ બદલાશે નિયમ

સરકારે ખુલ્લી સિગરેટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કલમ 7માં કરાયેલા સંશોધનમાં કહેવાઈ રહ્યું છે કે એ ત્યારે જ શક્ય બનશે જ્યારે સિગરેટ કે કોઈ અન્ય તમાકુ ઉત્પાદનમા વ્યાપાર અને વાણિજ્ય સીલ, અક્ષત અને મૂળ પેકેજિંગમાં હશે. 
 


સરકાર ધૂ્મ્રપાન કરનારાની ઉંમર અને દંડ સાથે સજા કરશે નક્કી

સરકારે ધૂમ્રપાન કરનારની કાયદાકીય ઉંમરથી નક્કી ઉંમરથી ઓછી હશે તો તેને તમાકુ ઉત્પાદન વેચવાને માટે દંડ વધારવા માટે પણ 2 વર્ષની સજા અને સાથે 1000 રૂપિયાનો દેડ આ સિવાય 7 વર્ષની જેલની સા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ સંશોધનમાં રાખવામાં આવી છે.  આ ડ્રાફ્ટમાં નિર્માતા અને બિન કાયદેસર સિગરેટ અને તમાકુ ઉત્પાદનોના વેચાણને લઈને પણ જોગવાઈઓ છે. જેના આધારે 1 વર્ષની સજા અને 50000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ગેરકાયદેસર સિગરેટ બનાવવાના દંડના આધારે 2 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાની સજા થઈ શકે છે. આ સાથે જ પ્રતિબંધિત વિસ્તારોમાં ધૂમ્રપાન પર 200 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલાય તેવી પણ જોગવાઈ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ban loose Cigaratte Cigarette Fine Government Legal Age ઉંમર દંડ ધૂમ્રપાન પ્રતિબંધ વેચાણ સજા સિગરેટ ban loose cigarettes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ