બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Govt Job Opportunity Graduate Candidates Apply Vacancy UPSC SSC CHSL

સરકારી નોકરી / ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, UPSC થી લઈને SSC CHSL માં ખાલી જગ્યા માટે કરો અરજી

Ajit Jadeja

Last Updated: 09:06 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ગ્રેજ્યુએટ સુધી ભણેલા છો અને સરકારી નોકરીની ઇચ્છા રાખતા હોય તો તમને ઉપયોગી માહિતી પુરી પાડીએ છીએ.  તમે જાણી લો આ અઠવાડિયે કઇ સરકારી નોકરીઓ માટે અરજી કરી શકો છો

Sarkari Naukri 2024: અત્યારના સમયમાં સરકારી નોકરી સૌને ગમે છે પરંતુ નોકરી મળવી આશાન નથી. પ્રાયવેટ નોકરી કરતા સરકારી નોકરીમાં સારુ પગાર ધોરણ હોવાથી ભણેલા ગણેલા યુવાનો સરકારી નોકરીની અપેક્ષા રાખતા હોય છે. ત્યારે  સારા પગાર ઉપરાંત સરકારી નોકરીઓમાં પેન્શન અને નોકરીની સુરક્ષા સહિતના ઘણા ફાયદા છે. જો તમે પણ સરકારી નોકરી ઇચ્છતા હોવ તો અમે તમારા માટે તે સંસ્થાઓની યાદી લાવ્યા છીએ જે સરકારી નોકરીઓ માટે અરજીઓ મંગાવી રહી છે.

UPSC IES અને ISS 2024 ભરતી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ UPSC IES અને ISS 2024 પરીક્ષાઓ માટે અધિકૃત ભરતી સૂચના બહાર પાડી છે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in અથવા upsc.gov.in દ્વારા અરજી કરી શકે છે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30મી એપ્રિલ સાંજે 6 વાગ્યા સુધી છે. શેડ્યૂલ મુજબ UPSC IES અને ISS પરીક્ષાઓ 21 જૂને દેશભરના બહુવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.

UPSC CMS ભરતી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સંયુક્ત તબીબી સેવાઓ (CMS) 2024 પરીક્ષા માટે અરજી વિન્ડો ખોલી છે. અરજદારો આયોગની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર અરજી ફોર્મ ભરી શકે છે. આ ભરતી દ્વારા 827 જગ્યાઓ ભરવામાં આવશે. CMS એપ્લિકેશન ફોર્મ 2024 સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે.

SSC CHSL 2024 ભરતી

SSC સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તરની પરીક્ષા (CHSL) 2024 માટે ઑનલાઇન નોંધણી પ્રક્રિયા તાજેતરમાં શરૂ થઈ છે. ઉમેદવારો SSC CHSL 2024 પરીક્ષા માટે ssc.nic.in પર 9 મેના રોજ બપોરે 11 વાગ્યા સુધીમાં તેમની અરજી સબમિટ કરી શકે છે. આ ભરતી દ્વારા 3,712 જગ્યાઓ ભરવામાં આવશે.

RITES માં ભરતી

રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ (RITES) એ ઘણા વિભાગોમાં એન્જિનિયર્સ, ડિઝાઇન નિષ્ણાતની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ www.rites.com પર જઈને ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ છે.

આ પણ વાંચોઃ મજબૂરી અને સમયની તંગી વચ્ચે ટ્રાફિક જામમાં UPSCની તૈયારી કરતો ડિલીવરી બૉય નજરે પડ્યો, જુઓ Video

આરપીએફ ભરતી

રેલવે ભરતી બોર્ડ (RRB) એ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF)માં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની 4,660 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે માટેની અરજીઓ આવતીકાલથી શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી મે છે. ફોર્મ ભરવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ rpf.indianrailways.gov.in પર જવું પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ