ખેડૂતોને રૂપિયાની ચૂકવણીને લઇને CM રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

By : admin 03:43 PM, 29 March 2018 | Updated : 03:43 PM, 29 March 2018
રાજકોટઃ ખેડૂતો માટે સારા સમાચાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ખેડૂતોને ચૂકવણીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. જ્યાં રૂપાણીએ કહ્યું કે, ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના રૂપિયા મળશે.

3600 કરોડની ખરીદાયેલી મગફળીમાંથી છેલ્લો હપ્તો બાકી છે, તે ટુંક સમયમાં ચુકવાઇ જશે. મગફળીનું 400 કરોડનું ચુકવણું બાકી છે. થોડા દિવસોમાં ખેડૂતોને તેમની રકમ મળી જશે. અને કપાસનો પાક વીમો પણ જલ્દીથી ખેડૂતોને અપાશે.
Recent Story

Popular Story